ફ્લોરિડાના સંગીતકાર પ્રિન્સ મિડનાઇટના કેટલાક ફોટા સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ થયા છે. જેમાં લોકો તેને અને તેના ગિટારને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. ફ્લોરિડાના સંગીતકાર પ્રિન્સ તેના અનોખા ‘હેવી મેટલ મ્યુઝિક’ શૈલી માટે ઘણા પ્રખ્યાત છે.
આ શૈલી માટે તેઓ પોતાના કાકાને શ્રેય આપે છે. પરંતુ, થોડા સમય પહેલા તેના કાકાનું અવસાન થયું હતું. જેના કારણે પ્રિન્સ ઘણા દુ:ખી છે. તેણે કાકાને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કર્યું હતું. જેના મટે પ્રિન્સે તેના કાકાના હાડપિંજરનું ઇલેક્ટ્રિક ગિટાર બનાવ્યું હતું.
આ ગિટારમાં સ્ટિંગ, વોલ્યુમ નોબ, ગિટાર નેક, જેક, પીકઅપ અને ઇલેક્ટ્રોનિક બોર્ડ લગાવેલું છે. પ્રિંસે આ ગિટારના ફોટા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે.પ્રિન્સે કહ્યું કે, મેં કાકાના હાડપિંજરથી ગિટાર બનાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ આ ખૂબ જ પડકારજનક કાર્ય હતું. આ વિશે મે ઘણું સંશોધન કર્યું હતું અને જાણવા મળ્યું કે આ અગાઉ કોઈએ હાડપિંજરમાંથી ગિટાર બનાવ્યું નથી. તેથી મેં તે કરવાનું નક્કી કર્યું.
કાકાના અવસાન પછી તેમનું હાડપિંજર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ માટે આપવામાં આવ્યું હતું. જ્યારે કોલેજને તેની જરૂરત પૂરી થઈ ગઈ ત્યારે તેમના પરિવારના સભ્યો અંતિમ સંસ્કાર માટે તૈયાર નહોતા. આ સ્થિતિમાં પ્રિન્સે કાકાને યાદ રાખવા માટે આ નિર્ણય લીધો હતો.