Vadodara

GIPCL સર્કલથી વુડા સર્કલ તરફના રોડ પરથી પીસીબીએ વિદેશી શરાબના જથ્થા ભરેલી કાર ઝડપી

2.40 લાખની 719 બોટલો અને કાર સહિત 3.25 લાખનો મુદ્દામાલ કબ્જે

બાજવાના કપિલસિંગ કુંતલની ધરપકડ,રુબિન ઉર્ફે કટે શેખને ભાગેડુ જાહેર કરાયો :

( પ્રતિનિધી )વડોદરા,તા.30

વડોદરા શહેર પીસીબીની ટીમે જીએપીસીએલ સર્કલથી વુડા સર્કલ તરફ જવાના રોડ પર વોચ ગોઠવી વિદેશી શરાબના જથ્થા ભરેલી કાર સાથે બાજવાના કપિલસિંગને ઝડપી પાડ્યો હતો. પીસીબીએ કુલ રૂ.3,25,850નો મુદ્દામાલ જપ્ત કરી રુબિન ઉર્ફે કટે શેખ નામના ઈસમને ભાગેડુ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

વડોદરાના નવાયાર્ડ તરફથી એક કાળા કલરની હુન્ડાઇ સેન્ટ્રો કાર નંબર GJ06BL5536 માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી જી.આઇ.પી.સી.એલ સર્કલ થઇ કારેલીબાગ વુડા સકર્લ થઇ જવાનો છે. જે ચોક્કસ માહિતીને આધારે પીસીબીની ટીમે માહીતીવાળી જગ્યાએ વોચ ગોઠવી હતી. દરમિયાન રેઇડ કરી ફોર વ્હીલરમાં ભરી લાવેલા ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમ નામે કપિલ સિંગ કુંતલને ઝડપી પાડી હરણી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ અનવ્યે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીની પુછપરછ દરમ્યાન આ દારૂનો જથ્થો પશ્રિમ રેલ્વે પોલીસ હદ વિસ્તારમાં આવેલા ગોડાઉનમાંથી ભરેલો હોય, જેથી આ અંગેની મળેલ બાતમી પશ્ચિમ રેલ્વે એલસીબી ટીમને પીસીબી દ્વારા આપવામાં આવી હતી. પીસીબીએ 719 નંગ શરાબની બોટલ કિંમત રૂ.2,40,850 ,એક મોબાઈલ અને એક કાર મળી કુલ રૂ.3,25,850ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. જ્યારે રૂબિન ઉર્ફે કટે નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

Most Popular

To Top