ઘીબ્લી ઇમેજ હમણાં હમણાં મોબાઈલમાં ફેસબુક પર ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે. ખાસ કરીને યુવા વર્ગ આ ઇમેજ પાછળ પાગલ છે. લોકોને આ ઇમેજ વિશે પુરતું જ્ઞાન નથી. આ વિશે સાયબર એક્સપર્ટે પણ લોકોને ચેતવણી આપી છે કે તમે જે ફેસનાં ફોટા મોબાઈલના સ્ક્રીન પર મુકો છો તેમાં જોખમ રહેલું છે. ઓપન એઆઈ પાસે લાખોની સંખ્યામાં ફેસિયલ ફોટા છે. એ ફોટોનો ઉપયોગ તમારી પરવાનગી વિના પણ તેઓ કરી શકે છે. એમાં તમારી પ્રાઈવેસી પણ જોખમમાં મુકાય છે. ધીબ્લી ઇમેજ વાયરલ છે પરંતુ આ ટ્રેન્ડમાં રહેવાની લ્હાય તમને મુસીબતમાં મુકી શકે છે. લાખો લોકો AI ને પોતાની તસ્વીર આ ઇમેજ દ્વારા આપી રહ્યા છે, ડેટા ટાર્ગેટેડ એડ્સ તમારા ફોટા વેચી પણ શકે છે. આમાં તમારા ડેટા પણ સેઇફ નથી. ઘીબ્લી ઇમેજ બનાવતા પહેલા સાવધાન રહેજો મને તો એ જ સમજાતુ નથી કે ઇમેજ પાછળ લોકો આટલા બધા ઘેલા કેમ? ઘીબ્લી ઇમેજમાં ન ફસાતા, એનાથી તમે બચો એમાં જ તમારા સૌની ભલાઈ છે.
સુરત – શીલા ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
