દાહોદ: દાહોદ જિલ્લામાં ઝાલોદ તાલુકાના ઘોડીયા પ્રાથમીક શાળા કેન્દ્ર ખાતે આવેલ મતદાન મથક પર સવારથી મતદાન શાંતિ પુર્ણ રીતે ચાલી રહ્યું હતું ત્યારે બપોર બાદ ત્રણ વ્યક્તિઓ દ્વારા બુથ કેપ્ચરીંગનો પ્રયાસ હાથ ધરી બોગસ મતદાન કરવાના ઈરાદાથી આવેલા ઈસમોએ ઉગ્ર બોલાચાલી બાદ ત્રણેય યુવકોએ ઈ.વી.એમ. મશીનમાં તોડફોડ કરતાં મતદાન રોકી દેવામાં આવ્યું હતું. એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો.
બે વ્યક્તિઓ ફરાર થઈ જવામાં સફળ રહ્યાં હતાં. ચુંટણી અધિકારીઓએ ડેટા રીકવર કરવાના પ્રયાસો હાથ ધર્યાં હતાં જાે કે, ડેટા રિકવર ના થાય તો આ અંગેનો આખરી નિર્ણય ચુંટણી અધિકારી પર છોડી દેવામાં આવ્યાં છે અને કદાચ આ મત વિસ્તારમાં પુનઃ મતદાન થઈ શકવાના એંધાણો છે.
ગત ચુંટણીમાં આજ મતદાન મથકે બુથ કેપ્ચરીંગની ઘટના બનવા પામી હતી. જિલ્લા પંચાયત સિટ ખાતે આવતાં રામપુરા, ઘોડીયા, વલેન્ડી, વખતપુરા, પીપલેટ, મેલાણીયા, થેરકા, લીલવા ઠાકોર સહિત આઠ બુથો પર બુથ કેપ્ચરીંગ સહિતના પ્રયાસોના અંદેશાના પગલે લેખિતમાં જાણ કરી હતી.
મીરાખેડી પાસે ભાજપ – કોંગ્રેસના સમર્થકો બાખડ્યાં : બે ગાડીઓમાં કરી તોડફોડ
ઝાલોદ: દરેક ચુંટણીઓમાં દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકો હર હંમેશ ચર્ચાનું કેન્દ્ર રહે છે ત્યારે ફરીવાર આજ મત વિસ્તારમાં મીરાખેડી ગામે ભાજપ અને કોંગ્રેસ પક્ષો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. મળતી માહિતી પ્રમાણે છુટા હાથના મારામારીના દ્રશ્યોથી એકક્ષણે સ્તબ્ધતા વ્યાપી જવા પામી હતી ત્યારે જાેતજાેતામાં બંન્ને પક્ષો વચ્ચે પથ્થરો વડે તેમજ લાકડીઓ જેવા હથિયારો સાથે મારામારી થતાં બે ગાડીઓને તોડફોડ પણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ લીમડી પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી પરિસ્થિતીને કાબુમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મતદાન કરીને આવતા રોડ ઉપર પડી જવાથી મોત
સીંગવડ: જાણવા મળ્યા અનુસાર, સુડીયા જિલ્લા પંચાયત બેઠકમાં આવતી તારમી ગામે પ્રથમ ભાજપના કાર્યકરો દ્વારા બીટીપીના કાર્યકરો સાથે ઝપાઝપી તેમજ મારામારી કરી ગાડીઓને તોડફોડ કરી ત્યાંથી રવાના થઈ ગયાં હતા ત્યારે બીજી તરફ બીટીપીના કાર્યકર્તાઓ છાપરી ગામે પહોંચી જઈ ભાજપના કાર્યકર્તાઓ સાથે મારામારી કરી કરી તેઓની ગાડીઓને પણ તોડફોડ કરી હતી. બંન્ને ઘટનાઓની જાણ પોલીસને થતાં પોલીસ બંન્ને ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી જ્યા પોલીસે પણ તાત્કાલિક અટકાયતી પગલાં લેવાની તજવીજ હાથ ધરી છે.