સુરત: સુરત શહેર વિસ્તારમાં ઘીનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતી શહેરના વિવિધ વિસ્તારોની સંસ્થાઓમાંથી ચાલુ માસમાં ફુડ વિભાગનાં ઓફિસરો દ્વારા સ્થળ તપાસ કરી ઘીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જે પૈકી નીચે જણાવેલ 11 ડેરીના નમુનાઓ ધારાધોરણ મુજબના ન હોવાનું જાણવામાં આવ્યું હતું. જેથી આ સંસ્થા સામે એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવશે.
- મનપાની તપાસમાં 11 ડેરીઓમાં ખામીયુકત ઘી મળી આવ્યું
- નારંગ, ઉમિયા, સુરભી, લક્ષ્મી, અમીધારા અને મધુરમ ડેરીના ધીમાં લોચા
- 11 ડેરીના નમુનાઓમાં ધારા ધોરણ પ્રમાણે સ્ટાન્ડર્ડ ઓછા જણાયા હતા અને પુથ્થકરણમાં વેજીટેબલ ફેટ મળ્યું
શહેરની વિવિધ વિસ્તારોની જેમાં પ્લોટ નં.45, ઈશ્વરકૃપા સોસી-2 લંબે હનુમાન રોડની ઉમિયાજી ડેરી ફાર્મ, પ્લોટ નં- A-78, ત્રિભોવન નગર સોસાયટી, અખંડ આનંદ કોલની વેડરોડની શ્રી લક્ષ્મી ડેરી અને મીઠાઈઓ, દુકાન નંબર-5,6,7, સમર્થવિલા એપાર્ટમેન્ટની સામે. હની પાર્ક રોડ અડાજણની ઘીવાલા ડેરી અને મીઠાઈઓ, પ્લોટ નંબર- 5-19, કેશવનગર બમરોલી રોડની ન્યુ પટેલ ડેરી, 1/3269, કાજીનું મેદાન, ગોપીપુરાની ભારત ડેરી, પ્લોટ નં.-27, 28, ન્યુ સૌરભ સોસાયટી રાંદેર મોરાભાગળની અમીધરા ડેરી એન્ડ મીઠાઈઓ, 28, અંબિકાનગર, મથુરાનગરી પાસે પાલનપુરની સુરભી ડેરી અને મીઠાઈઓ, દુકાન નંબર-4, રંગવધૂત સોસ., મગોબની શ્રી જય ખોડિયાર ડેરી, પ્લોટ નંબર-235, દુકાન નંબર-1,2, અંબર કોલોની ઉધના વિસ્તારની નારંગ ડેરી ફાર્મ, પ્લોટ નંબર-01, દુકાન નંબર-01, ભાગ્યલક્ષ્મી-01 પીપલોદની મધુરમ ડેરી અને મીઠાઈઓ તેમજ હરિપુરાની પવિત્ર ડેરી ફ્રુટ્સના નમુના ફેઈલ આવ્યા હતા. ઉપરોકત નમુનાઓમાં ધારા ધોરણ પ્રમાણે સ્ટાન્ડર્ડ ઓછા જણાયા હતા. અને પુથ્થકરણમાં વેજીટેબલ ફેટ મળી આવ્યું હતું.