Charchapatra

અધર્મીઓને ઘી-કેળા, ધર્મ પાળનારા ‘વિધર્મી’


દેશભરમાં ભ્રષ્ટાચારનો કોરોના જબરજસ્ત ફેલાઈ ગયો જે અમલદારો લાખ-સવાલાખનો પગાર લે છે, તેઓ 5-10 હજાર લેતા પકડાવા માંડ્યા છે. લાગે છે દેશના લોકો ભ્રષ્ટાચાર જાતિવાદ, જ્ઞાતિવાદ અને હવે પ્રદેશવાદથી ઓતપ્રોત થઇ ગયા છે. મોબાઈલ બેન્કીંગ જૂઓ અનેક ગુનેગારો મોબાઈલ લઇ બેસી રહે છે, જાતજાતની કરામત કરી બીજાઓના પૈસા પોતાના ખાતામાં સેરવી લે છે, તમને ખબર ન પડે કે તમારા બેંક એકાઉન્ટમાંથી કોણ ક્યારે પૈસા ઉઠાવી લે છે. સરકાર ડીજીટલનું નગારૂ વગાડતી રહે છે. આપણે જે ધારાસભ્યો, સાંસદોને ગાંધીનગર ને દિલ્હી મોકલીએ છીએ જનતાની સમસ્યા ઉઠાવતા નથી. પ્રધાનોના કાન પકડતા નથી અને જનતા લુંટાયા કરે છે.

જે લોકો 2014માં કુદી કુદીને ભાષણો કરતા હતા કે અમને રાજસત્તા સોંપો, અમે તમારા બધા સવાલોનું નિરાકરણ લાવી દઇશું, એજ આ ભ્રષ્ટાચારમાં તરબોળ થઇ ગયા છે. તેમને ઉદ્યોગપતિઓ સિવાયનું ભારત દેખાતું જ નથી. હાલમાં જે કરોડપતિઓ છે. બંગલા આલિશાન ફ્લેટો અને વૈભવી કારો ચલાવે છે તે બનાવટી દસ્તાવેજો રજૂ કરી પોતાના સંતાનોને ગરીબ-મા-બાપના સંતાન છે એમ દર્શાવી પછાતોની બેઠકો પર પોતાના બાળકોને ઠસાવી દે છે અને વાતવાતમાં બીજાઓને ‘વિધર્મી’ કહેતા ફરે છે ખરા અધર્મી તો તમે છો જે આવા ફ્રોડ કરતા શરમાતા નથી.
સુરત     – ભરત પંડ્યા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top