ગાંધીનગર : (Gandhinagar) ગુજરાતમાં (Gujarat) હવે બીજા તબક્કાની ચૂંટણીનું (Election) મતદાન સોમવારે યોજાનાર છે. જેને લઈને હાલ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) ગુજરાતની ધરા ઉપર આવ્યા છે. હવે આવતીકાલે સવારે 8 વાગ્યાથી 93 સીટો ઉપર વોટિંગની પ્રક્રિયા શરુ થશે. ચૂંટણી મેદાનમાં ઉતરેલા 833 ઉમેદવારોના ભાવિ નક્કી થશે. જોકે હવે ગુજરાતમાં પ્રચાર-પ્રસારના પડઘમોં બંધ થયા છે ત્યારે પીએમ મોદી આ દરમ્યાન ગાંધી નગરમાં તેમની માતા હીરાબેનને (Hira Ben) મળ્યા હતા અને સાથે ભોજન પણ લીધું હતું. ગુજરાતમાં બીજા તબક્કાની આ ચૂંટણીમાં ત્રિકોણીય મુકાબલો થશે,જેમાં ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ એડી ચોંટીનું જોર લગાવ્યું છે..
વડાપ્રધાન અમદાવાદની સાબરમતી વિધાનસભા મતવિસ્તારના મતદાર છે
દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની માતા હીરાબેનને મળવા ગાંધીનગર પહોંચ્યા છે. વડાપ્રધાન આવતીકાલે એટલે કે 5મી ડિસેમ્બરે ગુજરાત ચૂંટણીના બીજા તબક્કામાં પણ મતદાન કરશે. વડાપ્રધાન અમદાવાદની સાબરમતી વિધાનસભા મતવિસ્તારના મતદાર છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન કરશે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ પીએમ મોદી અમદાવાદના સાબરમતી વિધાનસભા ક્ષેત્રમાં આવેલી રાણીપાણી નિશાન શાળામાં મતદાન કરશે.આ સાથે જ પીએમ મોદીના માતા હીરાબેન ગાંધીનગરમાં પોતાના મતનો ઉપયોગ કરશે.
કોંગ્રેસે પ્રથમ તબક્કામાં 63 બેઠકો જીતવાનો દાવો કર્યો છે
કોંગ્રેસે પણ ગુજરાતમાં જીતનો દાવો કર્યો છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે કોંગ્રેસ પ્રથમ તબક્કામાં 89માંથી 63 સીટો સરળતાથી જીતી રહી છે. કહેવાય છે કે પાર્ટીએ સરકાર બનાવવાની તૈયારી પણ શરૂ કરી દીધી છે. આ માટે એવી યોજના બનાવવામાં આવી છે કે જો ચૂંટણી જીતી જશે તો OBC વર્ગમાંથી કોઈને મુખ્યમંત્રી બનાવવામાં આવશે. સાથે જ ત્રણ અન્ય નાયબ મુખ્યમંત્રી પણ બનાવવામાં આવશે.
શાહની બેઠકમાં સીએમ પણ હાજર રહ્યા હતા
બીજા તબક્કાની ચૂંટણી પહેલા ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ મુખ્યાલયમાં મહત્વની બેઠક યોજી હતી. લગભગ દોઢ કલાક સુધી ચાલેલ આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ સંગઠન મહાસચિવ રત્નાકર પણ હાજર રહ્યા હતા. કહેવાય છે કે ચૂંટણી પછી અને પછી પરિણામો પછી સરકાર બનાવવાની ચર્ચા થઈ હતી. આ બેઠકમાં પ્રથમ તબક્કાના તમામ ઉમેદવારોને પણ બોલાવવામાં આવ્યા હતા. હવે બીજા તબક્કાના ઉમેદવારોને 6 ડિસેમ્બરે બોલાવવામાં આવ્યા છે. ભાજપના નેતાઓએ કુલ 130થી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો છે.