ગાંધીનગર: ગાંધીનગરમાં (Gandhinagar) એસીબીએ (ACB) હાથ ધરેલા ઓપરેશનમાં (Operation) જીએસટી ઈન્સપેકટરનો વહીવટદાર વચેટિયો 2.37 લાખની લાંચની (Bribe) રકમ લેતા ઝડપાઈ ગયો છે. જયારે જીએસટી ઈન્સ્પેકટર વિપુલ મહાદેવભાઈ કનોજ નાસી છૂટયો હતો. તેને ઝડપી લેવા માટે એસીબીએ હવે વ્યાપક દરોડા પાડયા છે. સમગ્ર કેસની વિગતો એવી છે કે ફરિયાદીની ભંગાર ભરેલી ટ્રક જીએસટી તંત્રએ રોકી હતી. જેમાં ઓછો દંડ લઈને તેને જવા દેવા સામે 2.37 લાખની લાંચની માંગણી કરાઈ હતી. આ રકમ જીએસટી ઈન્સ્પેટકર વતી તેના વચેટિયા નીલેશ પરમારે સ્વીકારી હતી. જયારે જીએસટી ઈન્સ્પેકટર સાથે વિપુલ કનેજીયા સાથે ફોન પર વાત કરી દીધી હતી.
- ગાંધીનગરમાં GST ઈન્સ્પેકટરના વહીવટદારનો વચેટિયો લાંચ લેતો ભેરવાયો
- ઓછો દંડ લઈને તેને જવા દેવા સામે 2.37 લાખની લાંચની માંગણી કરાઈ
- ગાંધીનગરમાં એસીબીનું ઓપરેશન દરમ્યાન ઈન્સ્પેકટર નાસી છૂટયો
ગાંધીનગરમાં એસીબીનું ઓપરેશન
ફોન પર લાંચની રકમની વાત પણ થઈ ગઈ હતી. એસીબીની ટીમે નરોડા ગેલેકસી ચાર રસ્તા પાસેથી નીલેશ પરમારને ઝડપી લીધો હતો. જયારે ગાંધીનગર જુના સચિવાલયની ઓફિસમાં બેસતા જીએસટી ઈન્સ્પેકટર વિપુલ કનેજીયા નાસી છૂટયા હતા. કનેજીયાને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ગાંધીધામ સીજીએસટીના આસિ. કમિશનર સામે 3.71 કરોડની બેનામી મિલકતનો ગુનો
ગાંધીનગર: સીબીઆઈની ટીમે આજે કચ્છના ગાંધીધામ ખાતે સેન્ટ્રલ જીએસટીના આસિટન્ટ કમિશનર મહેશ ચૌધરી સામે આવક કરતાં વધુ પ્રમાણમાં મિલકત વસાવવાનો ગુનો દાખલ કરી દીધો છે. દરોડાની કાર્યવાહી દરમિયાન સીબીઆઈની ટીમે 42 લાખની માલ મત્તા જપ્ત કરી લીધી છે. સીબીઆઈના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે 2017થી 2021 દરમ્યાન ગાંધીધામના આસી કમિશનર મહેશ ચૌધરીએ 3.71 કરોડની મિલકત એકત્ર કરી લીધી હતી. જેમાં કેશ ,બેન્કમાં જમા રકમ , સ્થાવર જંગમ મિલકતનો પણ સમાવેશ થાય છે. ગુજરાત તથા રાજસ્થાનનામાં પણ દરોડાની કાર્યવાહી હાથ ધરીને 42 લાખની મત્તા જપ્ત કરાઈ છે. જેમાં સોનું – ચાંદી , ઝવેરાત , રોકડ , વિેદેશી કરન્સી નોટનો પણ સમાવેશ થાય છે. સેન્ટ્રલ જીએસટી તથા તેમના પત્ની સામે પણ સીબીઆઈ દ્વારા ગુનો દાખલ કરાયો છે.