ટી.વી.નું ઘરમાં આગમન થયું ત્યારથી શ્રી રજતશર્મા દ્વારા સંચાલીત રાત્રે નવ વાગ્યે આવતાં સમાચારો સાંભળવાની આદત સાથે વિશ્વાસનિયતા પણ ખરી. ઝીણામાં ઝીણી બાબતને તેઓ તેમની શૈલીમાં રજુઆત કરે. સાથે તટસ્થતા ખરી, એક સમાચાર વિગત પ્રમાણે પૂછાયેલ પ્રશ્નનો જવાબ આપતાં જણાવ્યું વેકસીન બધાએ લેવી જોઈએ. પ્રથમ વેકસીન લીધા પછી 28 દિવસે બીજો ડોઝ, તેની મુદત પુરી થાય પછી રાહ તો જોવાની જ. પ્રશ્નકારે તરતજ પ્રશ્ન પૂછયો કે રજતજી આ બધી પ્રક્રિયામાંથી પસાર થયા બાદ કોરોના નહિ થાય ? રાહત રહેશે પરંતુ કોરોના નહિં જ થાય એની ખાતરી નહિં.
વળી ભારતમાં ‘‘ડબલ મ્યુટેન્ટ’’ જેવાં કોરોનાના નવાં પ્રકારો પદાર્પણ કરી રહ્યા છે. કામરેજના મોરથાણ ગામે વેક્સીન લીધાના 24 કલાકમાં વૃધ્ધાનું મોત નીપજ્યું. અંતે એવા તારણ પર અવાય કે પ્રજા અર્થે શિસ્તબધ્ધ જીવન ગુજારવાનું રહેશે, તંત્રની દોડધામ તો જ ઊપયોગી થશે. જેઓ 70 થી 80 બલ્કે 80 ઉપરની વય ધરાવે છે, ડાયાબિટિશ, હાર્ટ, બાયપાસ સર્જરી, બ્લડપ્રેશરના દર્દી છે તેમના માટે સ્પષ્ટ અભિપ્રાય સુરત શહેરના નિષ્ણાંત ડોકટર સાહેબો આપે એવી વિનંતી. વૃદ્ધો બધી રીતે ઘેરાયેલા છે. મોટા ભાગના કષ્ટમય જીવન એક યા બીજી રીતે ગુજારે છે.
અડાજણ – કુમુદભાઈ બક્ષી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.