Dakshin Gujarat

દિવાળીની રજાઓમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસે જવાનું ગોઠવો તો આ સરસ સુવિધાઓ વિષે જરૂર જાણી લો

રાજપીપળા: PM મોદીએ કેવડિયામાં (Kevadia) વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું (Statue Of Unity) લોકાર્પણ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં દેશ-વિદેશના હજારો પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી ચૂક્યા છે. પ્રવાસીઓનું આકર્ષણ વધે એ માટે તંત્રએ અન્ય પ્રવાસન સ્થળોનું પણ નિર્માણ કર્યું, કોરોના કાળને બાદ કરતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત આસપાસનાં અન્ય પ્રવાસન સ્થળોની દેશ-વિદેશના 55 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ગુજરાતી, હિન્દી, ઈંગ્લિશ, સંસ્કૃત, મરાઠી, તેલુગુ અને કન્નડ એમ 7 ભાષાના કુલ 110 ટ્યુરિસ્ટ ગાઈડની સેવાઓ પણ ઉપલબ્ધ રખાઈ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર સુધી દેશનાં વિવિધ રાજ્યોના રાજ્યપાલો, અલગ અલગ દેશના રાજદૂતો, દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, ભારત સરકારના મંત્રીઓ અને ખાસ કરીને વર્ડ બેન્કના ચેરમેન ડેવિડ માલપાસ પણ મુલાકાત લઈ ચૂક્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અત્યાર સુધીમાં રાષ્ટ્રીય કક્ષાની સુરક્ષાને લગતી અનેક પરિષદો પણ યોજાઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયાને દેશની પ્રથમ ઈ-સિટી બનાવવાની પણ જાહેરાત કરી છે. હાલ ઈ-રિક્ષા થકી સ્થાનિક આદિવાસી મહિલાઓ પોતાની રોજગારી પણ મેળવી રહી છે.

આગામી સમયમાં 50 ઈ-બસો અને 100 ઈ-રિક્ષા અને 100 ઈ-કાર માટે કેવડિયામાં ચાર્જિંગ સ્ટેશનો બનાવવા માટે ટેન્ડરિંગ પ્રક્રિયા પણ હાથ ધરાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ હવે પ્રવાસીઓ અન્ય જગ્યાએ જવાને બદલે નર્મદા જિલ્લાને પસંદ કરતા થયા છે. નર્મદા જિલ્લાનું પ્રવાસન સ્થળ કેવડિયા દિવાળીની રજાઓમાં હાઉસફુલ થઈ ગયું છે. નર્મદાના કેવડિયા પ્રવાસન ધામેં દિવાળીની રજાઓમાં ખાસ પ્રવસીઓમાં વિશેસ આકર્ષણ જોવા મળી રહ્યું છે.

  • ઓન લાઈન ટિકિટ સ્લોટ વધારાયો, આગામી સમયમાં 50 ઈ-બસ અને 100 ઈ-રિક્ષા અને 100 ઈ-કાર માટે કેવડિયામાં ચાર્જિંગ સ્ટેશનો બનાવવા માટે ટેન્ડરિંગ પ્રક્રિયા પણ હાથ ધરાશે
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વિવિધ 7 ભાષા 110 ટુરિસ્ટ ગાઈડની સેવા ઉપલબ્ધ, અનેક મહાનુભવોએ પણ મુલાકાત લીધી

સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓનલાઇન ટિકિટ પણ હાઉસફુલ થઇ ચુકી છે. સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનાવેલા જંગલ સફારી, ચિલ્ડ્રન પાર્ક જેવા તમામ 17 પ્રોજેક્ટ્સ પણ 6 નવેમ્બર સુધી પ્રવાસીઓએ બુક કરાવી દીધા છે અને હાલ પણ ઓનલાઇન પ્રવાસીઓ ટિકિટ લઈને આવી રહ્યા છે. જ્યારે જંગલ સફારીમાં 3000થી વધુ ટિકિટ બુક થઈ ગઈ છે.

કોરોના કાળમાં દિવાળીની રજાઓમાં દૂર ફરવા જવું ખૂબ જોખમી છે, એટલે લોકો કેવડિયાને વધુ પસંદ કરી રહ્યા છે. અહીંનું વાતાવરણ પણ ખૂબ સુંદર છે. એટલે દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ આ સ્થળ ખૂબ પસંદ કરે છે. જો કે, હવે સરકારે પણ તમામ ઓનલાઇન સ્લોટ વધારી દીધા છે. કોરોના મહામારીમાં જે સ્લોટ ઓછા કર્યા હતા એને પણ ખુલ્લા કરી દીધા છે. આ વર્ષના દિવાળી વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવસીઓ માટે ખાસ સ્ટેચ્યુ પાસે મૂકેલી ઈ-રિક્ષા, ઈ કાર, ભૂલભૂલૈયા જેવા નવા પ્રોજેક્ટો પણ પ્રવાસીઓનું નવું આકર્ષણ રહેશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાસ ફરજ પરના અધિકારી નીલેશ દુબે દ્વારા અહીં સતત મોનિટરિંગ કરવામાં આવે છે. અહીં આવતા પ્રવાસીઓ માટે અનેક પ્રકારની સુવિધાઓ પણ વધારી દેવામાં આવી છે. સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રોજના 30થી 35 હજાર પ્રવાસીઓને રહેવા માટે ટેન્ટ સિટી, રમાડા હોટલનું પણ ફૂલ બુકિંગ થઇ ચૂક્યું છે. ત્યારે કોરોના મહામારી બાદ પ્રથમ વખત આ વર્ષે પ્રવાસીઓ દિવાળી વેકેશન નર્મદામાં મનાવશે.

Most Popular

To Top