પ્રાઇવેટ કન્સ્લટન્ટ ડોક્ટરો પોતાના મેડીકલ સ્ટોર અથવા બીજાના મેડીકલ સ્ટોર પર પોતાને લાભકર્તા કંપનીઓની બ્રાન્ડની દવાઓ રાખે છે અને તે જ દવાઓ દર્દીઓને લખી આપે છે. વળી ડાયનોસ્ટીક રીપોર્ટ એટલે કે સીટી સ્કેન, એક્ષ-રે, લેબો. રીપોર્ટસ પણ પોતાના નેજા હેઠળ ચાલતા સેન્ટરોના જ રીપોર્ટ માન્ય રાખે છે. તેમાં જો દર્દી સરકારી કે અર્ધસકારી રીપોર્ટસ લઇને પ્રાઇવેટ કન્સલટન્ટ ડાક્ટર પાસે જાય તો માન્ય રાખતા નથી. જેનીરીક દવાઓને પણ માન્યતા આપતા નથી. આમ ઘણા ડોક્ટરો કરે છે. જે દર્દીના હિતમાં નથી. વળી, કેટલાક લાડકા દર્દીઓ પણ જેનરીક દવાથી ફાયદો થતો નથી. તેવો દુ:પ્રચાર બીજાના પ્રભાવમાં આવીને કરે છે અને જે દર્દીઓ જેનરીક દવાથી પોતાનું જીવન ચલાવે છે.
તેઓને પણ શંકામાં નાંખે છે. આજે ડોક્ટરોના ટેબલ પર નજર નાખો તો પેપરવેઇટ, પેન સ્ટેન્ડ અને બોલપેન પણ ફુલ સાઇઝના ડોક્ટરની કે બીલમાં અને ઓપીડીના વેઇટીંગ હોલમાં લટકાવી જે તે કંપનીનો પ્રચાર-પ્રસાર કરે છે. ડોક્ટરો પોતાની નક્કી કરેલ ફ્રી ઉપરાંત બહારથી લખાતી દવાઓ અને ડાયગ્નોસ્ટીક રીપોર્ટસમાં ખાસું મોટું કમિશન ધરાવતા હોય છે. જે તેમના પોતાના લાભાર્થે દર્દીઓને બોજમાં નાંખીને કરાવવામાં આવે છે. ડોક્ટર ખરેખર ભગવાનના એજન્ટ બને તો દર્દીઓને આર્થિક યોજના ન નાંખે અને સરકારશ્રીની યોજનાઓનો લાભ પણ દર્દી માટે આપે/અપાવે.
સુરત – પરેશ ભાટિયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે
લાંચિયું નઘરોળ હાઈવેનું વહિવટી તંત્ર
હાઈવે પર બેફામ દોડતાં વાહનો, નશાખોર સ્ટીયરીંગ પર કાબૂ ગુમાવતા ડ્રાઈવરો, ડીવાઈડર કુદાવી સામેના વાહનોના પણ માનવસહિત નીકળતો કચ્ચરઘાણ. રાતના અંધારામાં ને દેખાતા ડીવાઈડરો પર જો રીફલેકટ મૂકવામાં આવે તો ચાલકોને જરૂર રાહત થાય. જો ડીવાઈડરો પર એક જ વખત ખર્ચ કરીને મજબૂત રેઈલીંગ ફીટ કરવામાં આવે તો મહામૂલી જિંદગી પર અપાતું વળતર ઓછું થાય અને આ જ વળતરના વિકલ્પમાં ઉપરોક્ત તકેદારી પર ખર્ચ કરવામાં આવે. રસ્તા પર આટલી બેદરકારી ન પોષાય? માણસ મરે છે તેને રોકો.
રાંદેર – અનિલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે