ભારતનો આર્થિક વિકાસ દર એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં 8.1 ટકાની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 5.4 ટકાની લગભગ બે વર્ષની નીચી સપાટીએ ધીમો પડી ગયો હતો. તેના સત્તાવાર આંકડા શુક્રવારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. જો કે ભારત સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર રહ્યું. આ વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ચીનનો જીડીપી ગ્રોથ 4.6 ટકા હતો. નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર 2022)માં 4.3 ટકા જીડીપી વૃદ્ધિનો અગાઉનો નીચો દર નોંધાયો હતો.
નાણાકીય વર્ષ 2024-25ના બીજા ક્વાર્ટરમાં ભારતના વિકાસની ગતિ ધીમી પડી હતી. સરકારી આંકડા મુજબ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 5.4 ટકા રહ્યો હતો. જે એક વર્ષ પહેલાના સમાન ગાળામાં 8.1 ટકા હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પણ જીડીપી ગ્રોથ 6.7 ટકા હતો. અર્થશાસ્ત્રીઓના મતે નબળા વપરાશ અને પૂર જેવા મુખ્ય ક્ષેત્રોમાં પ્રતિકૂળ હવામાનને કારણે જીડીપી ગ્રોથ ઘટી ગયો છે.
જીડીપી ગ્રોથ અગાઉના ત્રિમાસિક ગાળામાં અથર્થંત્ર 6.7 ટકાનો રહ્યો હતો અને એક વર્ષ અગાઉ 8.1 ટકાના દરે વૃદ્ધિ થઇ હતી. સપ્ટેમ્બરની વૃદ્ધિ 11 અર્થશાસ્ત્રીઓના એમસી પોલ કરતા ઘણી ઓછી હતી. જેમાં સરેરાશ વૃદ્ધિદર 6.5 ટકા રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો હતો. જેમાં 6.2 ટકાથી 6.8 ટકા સુધીની આગાહી કરવામાં આવી હતી.
29 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવેલા આંકડાઓ દર્શાવે છે કે કૃષિ ક્ષેત્રનો વધુ એક ઉત્કૃષ્ટ ત્રિમાસિક ગાળો દર્શાવે છે, જેમાં ત્રિમાસિક ગાળા દરમ્યાન કૃષિ કુલ મુલ્ય સંવર્ધનમાં 3.5 ટકાનો વધારો થયો છે. અર્થશાસ્ત્રીઓએ અગાઉ એમસીને જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2025માં કૃષિ વૃદ્ધિદર ચાર ટકાને પાર કરે તેવી સંભાવના છે. નાણાકીય વર્ષ 2024માં કૃષિ 1.4 ટકાના દરે વૃદ્ધિ પામી છે.