World

ગાઝા: ઇઝરાયલી હુમલામાં હમાસના વધુ એક મોટા નેતા સલાહ અલ-બરદાવિલનું મોત

ઇઝરાયલના ભીષણ હવાઈ હુમલામાં હમાસના વધુ એક મોટા નેતાનું મોત થયું છે. અહેવાલ મુજબ ગાઝાના ખાન યુનિસ પર ઇઝરાયલી હવાઈ હુમલામાં હમાસના વરિષ્ઠ રાજકીય નેતા સલાહ અલ-બરદાવિલનું મોત થયું છે. આ હુમલો 23 માર્ચ, રવિવારની સવારે થયો હતો અને તેમાં તેમની પત્નીનું પણ મૃત્યુ થયું હતું. આ ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં વધુ વધારો દર્શાવે છે.

દરમિયાન એપીએ એમ પણ જણાવ્યું હતું કે દક્ષિણ ગાઝા પટ્ટીમાં રવિવારે રાત્રે ઇઝરાયલી હુમલામાં હમાસના એક વરિષ્ઠ નેતા સહિત ઓછામાં ઓછા 19 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. એપીના જણાવ્યા અનુસાર યમનમાં ઈરાન સમર્થિત હુતી બળવાખોરોએ ઇઝરાયલ પર વધુ એક મિસાઇલ છોડી, જેના કારણે હવાઈ હુમલાના સાયરન વાગવા લાગ્યા હતા. ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે મિસાઇલને હવામાં જ તોડી પાડવામાં આવી હતી અને તેમાં કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના કોઈ અહેવાલ નથી.

રાત્રે ગાઝા પર બોમ્બમારો થયો
એપી અનુસાર દક્ષિણ ગાઝાની બે હોસ્પિટલોએ જણાવ્યું હતું કે રાત્રિના હુમલામાં માર્યા ગયેલા બાળકો અને મહિલાઓ સહિત 17 લોકોના મૃતદેહ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હમાસે જણાવ્યું હતું કે ખાન યુનિસ નજીક થયેલા હુમલામાં તેના રાજકીય બ્યુરો અને પેલેસ્ટિનિયન સંસદના સભ્ય સલાહ બારદાવિલ અને તેમની પત્ની માર્યા ગયા હતા. બારદાવિલ હમાસના રાજકીય પાંખના જાણીતા સભ્ય હતા. હોસ્પિટલો દ્વારા આપવામાં આવેલા મૃત્યુઆંકમાં હમાસ નેતા અને તેમની પત્નીના નામનો સમાવેશ થતો નથી.

Most Popular

To Top