રવિવારે આ પ્રાઇડ વોકનું આયોજન ડુમસ રોડ તરફ થયું હતુ. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, નવસારી, ધરમપુર, વાપી, વિરાર, સુરતમાં વરિયાવ, ઉગત, રાંદેર અને બીજા વિસ્તારના LGBTQIA (લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુલ, ટ્રાન્સજેન્ડર, કવેશ્ચનિંગ, ઇન્ટરસેક્સ એસેક્શુઅલ) સમુદાયના 250થી 300 લોકો જોડાયા હતા. તેમાં સુરત જિલ્લાના 150 જણા હતા. ઘણી લેસ્બિયન મહિલાઓ પણ હતી. અમેરિકાના લીએમએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું, તેઓ આ સમુદાયના લોકોને ઇકવલ રાઇટ્સ માટે કમ્પનીઓ સાથે કામ કરી જોબની તકો પુરી પાડે છે. આ વોકમાં આ કોમ્યુનીટીના ડોક્ટર્સ વકીલ, ફેશન ડિઝાઈનર, મેકઅપ આર્ટિસ્ટ પણ એમની કોમ્યુનિટીના લોકોને નોકરીના સમાન હક માટે ખુલીને બહાર આવ્યા.
ફેશન શૉ અને રેમ્પ વોકનું રહ્યું અટ્રેકશન
વેસુના એક મોલમાં સમલૈંગિક અને ટ્રાન્સજેન્ડર ફેશન શૉમાં રેમ્પ વોક કરતા દેખાયા હતા. આ ઉપરાંત તેઓ ડાન્સ કરીને ત્યાં ભેગા થયેલા લોકોને વાહવાહી મેળવી હતી. તેમણે ગીતો ગાઈને પોતે તો આનંદ માણ્યો હતો સાથે ભેગા થયેલા લોકોને પણ ગીતો ગાઈને નચાવ્યા હતા. આ સમુદાયના લોકોએ ગરબા ગાઈને પણ સુરતીઓનું મન મોહી લીધું હતું.
આ કોમ્યુનિટીના ડૉકટર્સ, વકીલ, ફેશન ડિઝાઇર પણ ખૂલીને સામે આવ્યા
આ કોમ્યુનિટીના ડૉકટર, વકીલ, ફેશન ડિઝાઈનર, મેકઅપ આર્ટિસ્ટ પણ એમની કોમ્યુનિટીના લોકોને નોકરીમાં સમાન હક અપાવવા માટે ખૂલીને બહાર આવ્યા હતા અને વૉકમાં જોડાયા હતાં. જ્યારે 50 ટકા એવા હતા જે મધ્યમ વર્ગ અને એનાથી પણ ઓછી આર્થિક પરિસ્થિતિવાળા હતા. આ કોમ્યુનિટીના લોકોને પહેલા સમાજ તરફથી સ્વીકૃતિ મળે અને તેમને નોકરીની તકો મળે તે માટે આવું અનોખું આયોજન કરાયું હતું.
ટ્રાન્સજેન્ડરને સમાજ માન-સમ્માન આપે છે પણ સાથે ભેદભાવ પણ થાય છે: માનવેન્દ્રસિંહ ગોહિલ
સુરતના એક માકટમાં સ્થિત લક્ષ્ય ટ્રસ્ટ દ્વાર આ પ્રાઇડ વોકનું આયોજન કરાયું હતું. તેના ચેર પર્સન માનવેન્દ્રસિંહ ગોહિલે આ પ્રાઇડ વોકનું આયોજન કરાવ્યું હતું. તેઓ રાજપીપળાના રાજકુમાર છે તેમણે વિશ્વમાં સર્વપ્રથમ પોતે ગે હોવાનું સ્વીકાર્યું હતું. તેમણે જણાવ્યું કે લગ્નપ્રસંગ હોય કે કોઈને ત્યાં બાળકનો જન્મ થયો હોય ત્યાં ખુશીના પ્રસંગોમાં ટ્રાન્સજેન્ડર (કિન્નરો) ને માન-સમ્માન અપાય છે પણ સાથે હજી પણ તેમની સાથે ભેદભાવ થાય છે. પહેલા તેમને સ્કૂલોમાં એડમિશન નહીં અપાતું હતું, નોકરી પણ અપાતી નહીં હતી. તેમને સમાન રાઇટ્સ માટે આ ટ્રસ્ટની સ્થાપના 2000ના વર્ષમાં કરાઈ હતી.