મૂળ સુરતી એવા ગુજરાતી અને હિન્દી ફિલ્મ્સ ઉપરાંત વેબ સિરીઝ અને હોલીવુડમાં પોતાના અભિનયના ઓજસ પાથરનાર એક્ટર ગૌરવ પાસવાલા ગુજરાતી ફિલ્મ પ્રત્યે વધું લગાવ ધરાવે છે. તેમણે નાની ઉંમરમાં જ પોતાની એક્ટિંગથી લોકોના હૃદયમાં સ્થાન મેળવી લીધું છે. તેમની હાલમાં જ ગુજરાતી ફિલ્મ પ્રેમ પ્રકરણ રિલીઝ થઈ છે. આ ફિલ્મનાં રિલીઝ બાદ ‘ગુજરાતમિત્ર શોટાઈમ’ સાથે તેમણે કરેલી અેક્સક્લુઝિવ વાતચીતમાં તેમના ફિલ્મી કરિયરની સફર, તેમના પરિવાર, મિત્રો અને સુરત વિશે અનેક અંતરંગ વાતો કરી. ગૌરવ પાસવાલાનો જન્મ સુરતમાં થયો હતો. સુરતમાં શરદાયતન અને ટીએન્ડટીવી સ્કૂલમાં અભ્યાસ કર્યો.
બાદ માં નવસારી નાના-નાની શિફ્ટ થયાં હતાં ત્યાં એક વર્ષ રહ્યા. ત્યારબાદ હાયર સ્ટડી માટે ઑસ્ટ્રેલિયા ગયા. તેમણે માસ્ટર ઓફ પ્રોફેશનલ અકાઉન્ટન્સી (M.P.A.) ની ડિગ્રી મેળવી. ત્યાં બે-ત્રણ વર્ષ નૌકરી કરી. એ દરમિયાન પ્રોશનલ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. પણ અંગુઠાને ઇન્જરી થઈ.તેના બાદ ઑસ્ટ્રેલિયામાં એક્ટિંગ સ્કૂલમાં ભણ્યા. પછી ઇન્ડિયા આવીને એક્ટિંગ શીખી અને બે-અઢી વર્ષ થીયેટર કર્યું. ફરી અોસ્ટ્રેલિયા ગયા અને R.J. તરીકે જોબ કરી. સિડની થી મુંબઈ આવ્યા અહીં આર્થિક સમસ્યાનો સામનો કર્યો. એકલાં રહેવું પડયું. પછી ‘6-5=2’ નામની પહેલી િહન્દી ફિલ્મ કરી.બીજી એક હિન્દી ફિલ્મ મળી પછી ગુજરાતી ફિલ્મોની સફર શરૂ થઈ.
તેમણે ‘જે પણ કહીશ એ સાચું જ કહીશ’, ‘47 ધનસુખ ભવન’, ‘ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર’ જેવી સફળ ફિલ્મ અને ‘બસ ચા સુધી’ જેવી વેબસિરીઝમાં કામ કર્યું. આ દરમિયાન તેમણે ઘણી બધી એડ પણ કરી. આમ તેમની ફિલ્મી સફરની શરૂઆતમાં ઘણાં બધાં ઉતાર-ચઢાવ આવ્યાં. પણ આજે ઓડિયન્સનાં હ્ર્દયમાં વિશિષ્ઠ સ્થાન મેળવ્યું છે.તેમને પુછાયેલાં પ્રશ્નોના આવો તેમનાજ શબ્દોમાં જવાબ જાણીએ-
કોવિડનાં નિયમો હળવા થયાં બાદ નવી ફિલ્મ ‘પ્રેમ પ્રકરણ’ નો અનુભવ કેવો રહ્યો અને દર્શકોના પ્રતિભાવ કેવાં રહયાં?
ગૌરવ પાસવાલા: ફિલ્મને અમેઝિંગ રિસ્પોન્સ મળ્યો. લોકોને ફિલ્મ બહુંજ ગમી. ઘણાં લોકોએ કહ્યું કે, ફિલ્મની વાર્તા અલગ છે. ઓડિયન્સને જકડી રાખે છે. મ્યુઝીક સારું છે. કોવિડના નિયમો હળવા થયાં છે. એની સાથે હવે ફિલ્મ પિકઅપ કરશે તેમ જોનારાની સંખ્યા વધશે.
પ્રેમપ્રકરણ ફિલ્મમાં તમારા ત્રણ અવતાર જોવા મળે છે, એક સીધો સાદો સ્મોલ ટાઉન સ્ટુડન્ટનો, બીજો, કોલેજનો ઈકવાળો અને ત્રીજો ડેશીંગ રોકસ્ટાર ઇમેજવાળો. અસલી ગૌરવ કોના જેવો વધું છે? કોની સાથે પર્સનલી વધું રિલેટ કરે છે?
ગૌરવ પાસવાલા: આ ફિલ્મમાં મારું જે ત્રીજું વર્ઝન છે રોકસ્ટારવાળું તે મારા સૌથી નજદીક છે. તે વધુ શાય છે. ઓછું બોલે છે. બહું એટેનશન નહીં ગમે. એક અલગ જ દુનિયામાં રહેવું ગમે. સિમ્પલ રહેવું ગમે. બસ હું તદ્દન આવોજ છું.
તમને પ્રમાણમાં ટૂંકાગાળામાં થીએટર અને ગુજરાતી ફિલ્મ્સ ઉપરાંત હિન્દી ફિલ્મ, વેબ સિરીઝ અને હોલીવુડમાં પણ કામ કરવાની તક મળી તમને સૌથી વધું સંતોષકારક શું લાગે છે?
ગૌરવ પાસવાલા: મને ગુજરાતી ફિલ્મો સંતોષકારક લાગે છે. ગુજરાતી આપણી ભાષા છે. હું ગુજરાતી છું મને ગુજરાતી પ્રત્યે વધું પ્રેમ છે. ગુજરાતી ફિલ્મમાં મને જે પ્રકારનાં કેરેક્ટર કરવાં મળે છે, તેવા હિન્દી અને ઇંગ્લિશ ફિલ્મમાં હજી નથી મળ્યા. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પ્રેમ પણ વધુ મળે છે. કેરેક્ટર અલગ-અલગ મળે છે. ઓપ્શન પણ મળે છે.
કોવિડના બે વર્ષ દરમિયાન એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી લગભગ બંધ જેવી જ રહી. તમારા પોતાના માટે શું ચેલેન્જીઝ હતાં? શું ક્યારેય પ્રોફેશન બદલવાનો વિચાર આવ્યો?
ગૌરવ પાસવાલા: પ્રોફેશન ચેન્જ કરવાનો વિચાર નહીં આવ્યો. કોવિડનાં સમયમાં વાંચવામાં, લખવામાં સારો ટાઈમ કાઢ્યો હતો. ફીઝીકલ હેલ્થ માટે સારો ટાઈમ કાઢ્યો હતો. માતા-પિતા સાથે જઈને રહ્યો. કોવિડના ટાઈમ પછી ફરી મુંબઈ જઈને રહેવું અઘરુ લાગેલું.કારણકે, મુંબઈમાં એકલા રહેવું પડે છે. કોવિડના સમયે પરિવાર સાથે રહેતાં રિકનેક્ટ થવાયું હતું. પરિવાર સાથે લાગણી પાછી બંધાયા બાદ તેમનાથી અલગ થવું ચેલેન્જરૂપ લાગેલું. મારા ઘરે ક્રિએટીવિટી માટે સારું વાતાવરણ છે. લખવાં-વાંચવા સારી જગ્યા છે એટલે વાંધો નહીં આવ્યો. કારણકે, જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરીએ છીએ ત્યાં તબિયતનું ધ્યાન નથી રાખી શકતા. કોવિડના સમયે ઘરનું સારું ખાઈ શક્યા. તબિયતનું , હેલ્થનું સારું ધ્યાન રાખી શકાયું અને એક્સરસાઈઝ પ્રોપર કરી શક્યા.
તમે સુરતનાં છો તમારા પ્રોફેશનને કારણે તમે ભાગ્યે જ સુરત રહી કે સમય પસાર કરી શકતા હશો. શું મિસ કરો છો સુરતનું? ફેમિલી સાથે વધું સમય નહીં વિતાવી શકવાનો વસવસો રહે ખરો?
ગૌરવ પાસવાલા: પ્રોફેશનને કારણે નહીં પણ શું થયું છે કે, સુરતમાં અમારૂં ઘર છે પણ કોવિડના સમયથી મમ્મી-પપ્પા સુરતથી નવસારી જતાં રહયા છે એટલે હવે મારી પાસે સુરતમાં આવવાં માટેનું કોઈ ખાસ કારણ નથી. ખાલી ફ્રેન્ડ્સને મળવા આવી જવાનું થાય તેજ. ફેમિલી સાથે વધુ સમય વિતાવી શકતા નથી, એટલે નહીં ગમે. ફેમિલી સાથે સમય વિતાવવો જરૂરી છે. પ્રેમપ્રકરણ રિલીઝ થાય બાદ કેટલાંય સમયથી ઘરે જઈ શક્યો નથી. ઘરે જાવતો કલાક-અડધો કલાક માટે જઈ શકું છું. ફેમિલીથી દૂર રહેવાનું ગમતું નથી. હું સિમ્પલ છું. ઘરગથ્થુ જીવન ગમે છે.
સુરતનાં સ્કૂલ સમયનાં મિત્રો ટચ માં ખરા? કેવી રીતે રાખો છો કોન્ટેક્ટ?
ગૌરવ પાસવાલા: મિત્રોની સાથે ફોન પર કોન્ટેક્ટ કરી લઉ છું. મારા ફ્રેન્ડ્સ બહું જ ઓછા છે પણ જે છે તે બધાં ક્લોઝ છે. મિત્રોને ફિલ્મનાં પ્રીમિયરમાં બોલાવેલાં. 20-25 દિવસે કે મહિને એકવાર મિત્રોને ફોન કરી લઉ છું.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર જ ફોકસ જાળવી રાખવું છે કે, હિન્દીમાં સતત નાના-મોટા બ્રેક મળશે તોય ઝંપલાવી દેશો?
ગૌરવ પાસવાલા: બધુજ કરું છું. હિન્દીમાં પણ કરું છું. અને ગુજરાતીમાં પણ કરું છું. હિન્દીમાં અત્યારે મારી વેબ સિરીઝ આવે છે. હિન્દી સ્ક્રીપટ ગમે તો હિન્દી કરી લઉ. ગુજરાતી સ્ક્રીપ્ટ ગમે તો ગુજરાતી કરી લઉ. ભાષા મારા માટે ઈશ્યુ નથી. સ્ક્રીપ્ટ મારા માટે મહત્વની છે.
ગૌરવ સુરતમાં હોય ત્યારે ક્યાં ભટકાઈ શકે? કયા છે ફેવરિટ હેંગઆઉટ પ્લેસીસ?
ગૌરવ પાસવાલા: ચા ની લારી પર. કારણકે, ચા જોડે બહું પ્રેમ છે. ગમે ત્યાં હોઉ ચા એક વખત તો જોઈએ. સિટીલાઈટ કે તેની આસપાસની જગ્યા પર ચા ની દુકાન પર ચા પીવા અચૂક જાઉ.
સુરત શહેરનો તેના કદના પ્રમાણમાં ગુજરાતી કે, કોઈપણ ફિલ્મ-એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી માં એવો દબદબો નથી શુ ખૂટે છે?ક્યાં કાચા પડે છે સુરતીઓ આ ઇન્ડસ્ટ્રી માટે?
ગૌરવ પાસવાલા: સુરતની પ્રાયોરિટી અલગ છે. સુરતની લાઈફ છે ખાવું પીવું અને મજા કરવી. એટલે પછી શું થાય? અત્યાર સુધી સુરતીઓ સામાન્ય રીતે આર્ટિસ્ટિક લાઇન પ્રતન્યે ઓછી રૂચી ધરાવતાં હતાં. જોકે હવે અવેરનેસ આવી રહી છે. સુરત આ તરફ પણ વળી રહ્યું છે.
છેલ્લે શું કહેવા માંગશો તમારા સુરતના,દક્ષિણ ગુજરાતના ફ્રેન્ડ્સ, ફેન્સ અને તમારાથી પ્રેરાતા લોકોને?
ગૌરવ પાસવાલા: મારાથી પ્રેરાતા લોકોને કહીશ કે, તમે તમારી લાઈફ આરામથી જીવો.ફેમિલી સાથે સમય વિતાવો. ફેમિલીને પ્રાયોરિટી આપો.તમારી લાઈફને એન્જોય કરો. •