છોટાઉદેપુર : છોટાઉદેપુર સ્ટેશન તથા વસેડી વિસ્તારમાં ગેરકાયદે ચાલતા કતલખાના તંત્ર દ્વારા ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા. છોટાઉદેપુર સ્ટેશન તથા વસેડી વિસ્તારમાં મોટા પાયે અબોલ તથા મૂંગા પશુઓના મારણ અર્થે ગેરકાયદેસર કતલખાના ચાલતા હતા. જેમાં તા 10/7/22ના રોજ પોલીસે છાપો મારી 80 જેટલી જીવતા ગૌવંશને બચાવી લેવામાં આવ્યા હતા. અને 16 જેટલી ગાયોના માથા અને ધડ કાપેલી હાલતમાં મળી આવ્યા હતા. ગેરકાયદેસર ચાલતા આ કતલખાના ના બાંધકામ પણ ગેરકાયદેસર હોય જે મકાનોને તંત્ર દ્વારા આજરોજ સાંજના સમયે બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવ્યા હતા.
છોટાઉદેપુર નગર માં ગત તા.10-7-2022 ના રોજ ખૂબજ મોટા પાયે ચાલતા ગેરકાયદેર 3 જેટલા કતલખાના ઓ ઉપર પોલીસ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો. જેમાં 80 ગૌવંશ જીવિત હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે 16 ગાયો મૃત હાલતમાં મળી આવી હતી. અને ગૌમાંસ તથા લાખોનો મુદ્દામાલ ઝડપાયો હતો. જેમાં 4 આરોપી પણ ઝડપાઇ ગયા હતા. ગેરકાયદેસર ચાલતા આ કતલખાના ના મકાનો ગેરકાયદેસર હોય જેને આજરોજ સાંજના સમયે રેવન્યુ, તથા નગરપાલિકા કર્મચારીઓની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનિયછે કે પકડાયેલા કતલખાના અને ગૌહત્યાના વિરોધમાં છોટાઉદેપુર નગરમાં ભારે રોષ ફેલાયો હતો. તા 13ના રોજ નગર જડબે સલાક બંધ રહ્યું હતું અને નગરના હિન્દૂ સંગઠનો, સામાજિક કાર્યકરો, નેતાઓ, વેપારીઓ દ્વારા વિશાળ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપી પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે આજરોજ ગેરકાયદેસર ચાલતા કતલખાના તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. જેનાથી નગરની પ્રજામાં આનંદ ફેલાયો હતો. તથા તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના લોકોએ વખાણ કર્યા હતા.