Gujarat

ભાજપ સરકારે સાત મહિનામાં રાંધણગેસમાં 240 રૂપિયા વધાર્યા

કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા દિન-પ્રતિદિન પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં સતત વધારો ઝીંકવામાં આવી રહ્યો છે જેના પગલે મધ્યમ અને ગરીબ પરિવારના લોકોને જીવવું મુશ્કેલ બન્યું છે, તેવામાં ફરી એક વખત ગેસના બાટલામાં 25 રૂપિયાનો વધારો ઝીંકીને મોંઘવારીમાં સામાન્ય, મધ્યમ અને ગરીબ વર્ગના લોકો ઉપર પડતા પર પાટુ મારવાનું કામ કર્યું છે, ત્યારે ગેસ-ડીઝલ-પેટ્રોલમાં ઉઘાડી લૂંટ કરતી ભાજપ સરકાર તાત્કાલિક આ ભાવવધારો પાછો ખેંચે તેવી કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે.

પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાંધણગેસના સિલિન્ડરમાં નવેમ્બર – ૨૦૨૦માં ૫૯૪ રૂપિયાની સામે ૧લી જુલાઈ – ૨૦૨૧માં ૮૩૪ રૂપિયા એટલે કે સાત મહિનામાં ૨૪૦ રૂપિયા જેટલો ભાવ વધારો ઝીંકીને સામાન્ય – મધ્યમવર્ગના પરિવારને જીવન જીવવાનું મુશ્કેલ બનાવી દીધુ છે ત્યારે ગેસ – ડીઝલ – પેટ્રોલમાં ઊઘાડી લૂંટ કરી કરી છે.

ડૉ. મનીષ દોશીએ વધુમાં કહ્યું હતુ કે કેન્દ્ર સરકાર દ્વારા રાંધણગેસમાં ૨૫ રૂપિયા જેટલો વધારો ઝીંકીને મોંઘવારીમાં પારાવાર મુશ્કેલી અનુભવતા પરિવારોને વધુ એક માર આપ્યો છે. ભાજપ સરકારે જુન મહિનામાં ૧૫ વખત અને વર્ષ ૨૦૨૧ના છ માસમાં ૫૭ વખત પેટ્રોલ – ડીઝલમાં ભાવ વધારો ઝીંકી સામાન્ય, મધ્યમ વર્ગ, પ્રજાજનોની હાલાકીમાં સતત વધારો કરીને બેફામ નફાખોરી કરી રહી છે. ગુજરાત સરકારે બે વર્ષમાં પેટ્રોલ ૮૩૮૧.૯૬ કરોડ અને ડીઝલ પર ૧૮૫૩૦.૨૬ કરોડ જેટલો ભારે વેરો વસૂલ્યો છે. આ ઉપરાંત દૂધ, બેંક ચાર્જિસનો ભાવ ઉપરાંત ખાદ્ય તેલની કિંમતોમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે.

Most Popular

To Top