SURAT

કાપોદ્રામાં બિલ્ડીંગના ચોથા માળે ગેસ લીકેજથી આગ લાગતાં ગભરાટ

સુરત(Surat) : કાપોદ્રાના (Kapodra) હીરાબાગ (Hirabaug) વિસ્તારની એક સોસાયટીની બિલ્ડીંગમાં સોમવારે રાત્રે ચોથા માળે ગેસના સિલિન્ડરમાં લીકેજ (Gas Leakage) થતાં આગ (Fire) લાગી ગઈ હતી. આગ લાગતા ઘર વખરીનો સમાન અને 40 હજાર રોકડા ભૂંજાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

  • આઠેક ખોલીઓમાં રહેતાં શ્રમિકો જમવાનું બનાવતાં હતાં ત્યારે આગ ફાટી નીકળી
  • શ્રમિકોમાં દોડાદોડ 6 મોબાઈલ અને 40 હજારની રોકડ સળગીને રાખ થઇ ગઈ

કાપોદ્રાના હીરાબાગમાં જળકાંતિ મેદાન સ્થિત સોમનાથ સોસાયટીમાં ચાર માળની એક બિલ્ડીંગમાં સોમવારે રાત્રે આઠેક વાગ્યાના સુમારે ચોથા માળ ઉપર ગેસ લીકેજ થતા આગ લાગી હતી. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ ફાયર કંટ્રોલને કરતાં કાપોદ્રા ફાયર સ્ટેશનનો કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો.

ફાયર ઓફિસર સુધીર ગઢવીએ જણાવ્યું હતું કે, ચોથા માળની અગાસી ઉપર સાતથી આઠ જેટલી ખોલીઓ બનાવવામાં આવી છે, જેમાં શ્રમિકો રહે છે. રાત્રે તેઓ જમવાનું બનાવી રહ્યા હતાં તે દરમિયાન ગેસ લીકેજ થતા આગ લાગી ગઈ હતી. તેથી ખોલીમાંથી બધા શ્રમિકો ડરના માર્યે ભાગીને બહાર આવી ગયા હતા.

ચોથા માળે ફાયરના જવાનોએ આગ બુઝાવવા માટે હાઇડ્રોલિક લેડરનો ઉપયોગ કરીને પાઇપ લંબાવી પાણીનો ફોર્સ છોડીને આગ કાબુમાં લઈ લીધી હતી. આગ લાગતા બધા શ્રમિકોના 6 મોબાઈલ ફોન અને રોકડ રકમ 40 હજાર સળગી ગયા હતા તેવું ફાયર સૂત્રોનું કહેવું હતું.

અડાજણના યમુના ફર્નિચરની દુકાનમાં TV માં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી
સુરત (Surat) : અડાજણ પન્ના ટાવરની (Panna Tower) એક ફર્નિચરની (Furniture) દુકાનમાં (Shop) અચાનક શોર્ટ સર્કિટ (Short Circuit) બાદ ટીવીમાં બ્લાસ્ટ (TV Blast) થતા ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહીં પણ આજુબાજુના વેપારીઓમાં ભયનો માહોલ ઉભો થયો હતો. જોકે ઘટનાની જાણ બાદ અડાજણ અને મોરા ભાગળ ફાયર સ્ટેશનના જવાનોએ દોડી આવી આગ કાબુમાં લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

દુકાન માલિક મુન્નાભાઈ મમરાવાળા એ જણાવ્યું હતું કે દુકાન બંધ કરવાના સમયે દુર્ઘટના બની હતી. TV સોકેટ સાથેનો બધો જ સામાન બળી ગયો હતો. ફાયર સમયસર ન આવ્યું હોત તો મોટું નુકસાન થયું હોત એમ કહી ફાયરનો આભાર વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top