SURAT

જિગ્નેશ રાતોરાત કરોડપતિ બની જતાં આ મામલો કતારગામ વિસ્તારમાં પણ ચર્ચાનો વિષય

સુરત : જિગ્નેશ મનસુખ પટેલ રહેવાસી ડીકે પાર્ક કતારગામનો ધરપકડ વોરંટ (arrest warrant) ઇશ્યુ થતાની સાથે જ આ ચીટર ફોરેન પલાયન થઇ ગયો છે. જિગ્નેશ રાતોરાત કરોડપતિ બની જતાં કતારગામ વિસ્તારમાં પણ આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

ગુજરાતમિત્રના અહેવાલ પછી ભાવિક કોરાટ અને જિગનેશનો ધરપકડ વોરંટ ઇસ્યુ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. સુરત (surat)માં બિન્દાસ્ત ફરતાં જિગ્નેશની સમયસર ધરપકડ થઇ હોતતો કદાચ ગાર્નેટ કોઇન (garnet coin)નું કરોડોનુ કૌભાંડ (scam) બહાર આવી ગયું હોત. અલબત હાલમાં સીઆઇડી ક્રાઇમ (cid crime) દ્વારા આ તપાસ ફરીથી શરૂ કરવામાં આવી છે. તેમાં પીએસઆઇ ચૌધરી દ્વારા આ તપાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ આખા કેસમાં સુરત સીઆઇડી ક્રાઇમ દ્વારા કોઇ તપાસ કાર્યવાહી નહીં કરવામાં આવી હોવાની ફરિયાદ ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના અધિકારીઓને કરવામાં આવી છે. તેમાં ગાર્નેટ કોઇનમાં રહેલા કરોડો રૂપિયાના બિટ કોઇન અધિકારીઓએ ગજવે ઘાલ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં હતાં.

દરમિયાન આ મામલે ફરિયાદી ભૂપેન્દ્ર, પ્રકાશ સોરડિયા અને હસમુખનો જવાબ સુરત સીઆઇડી ક્રાઇમ દ્વારા લેવામાં આવી રહ્યો છે. દરમિયાન પ્રકાશ સોરડિયાએ જણાવ્યું કે પોલીસ અમારી પાસે પૂરાવા માંગી રહી છે . આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ નહીં કરવા માટે દબાણ કરી રહી છે. દરમિયાન કલાકો સુધી બેસાડી રાખીને હવે ફરિયાદીઓને હેરાનગતિ શરૂ કરવામા આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. સીઆઇડી ક્રાઇમના સ્થાનિક અધિકારીઓ આ મામલે વિવાદીત ભૂમિકામાં છે ત્યારે આ ઉચ્ચ અધિકારીઓ સામે રાજય સરકારના ગૃહમંત્રીને ફરિયાદ કરવામાં આવી છે. જેથી કરીને પાંચ હજાર કરોડના તથા કથિત કૌભાંડની તપાસની સાચી તપાસ થઇ શકે.

જિગ્નેશ રાતોરાત કરોડપતિ બની ગયો
ગાર્નેટ કૌભાંડના કરોડોના કૌભાંડી જિગ્નેસ પાસે રાતોરાત ચાર ગાડીઓ આવી ગઇ છે. હાલમાં સુરત શહેરમાં ખુલ્લેઆમ ફરતો જિગ્નેશ હવે ફોરેન પલાયન થઇ ગયો હોવાની ચર્ચા છે. દરમિયાન ચાર વર્ષથી સુરત સીઆઇડી ક્રાઇમમાં તપાસના નામે તરકટ ચાલ્યુ હોવાની ફરિયાદો ઉઠી છે. આ મામલે વાસ્તવમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા પર્દા પાછળ વિવાદીત છે.

શા માટે હિંમત સાવજની પૂછપરછ કરવામાં આવી રહી નથી?
આ મામલે ભાવિક કોરાટ સાથે સંકળાયેલા ઇસમમાં હિંમત સાવજનુ નામ મુખ્ય છે પરંતુ તેની પૂછપરછ શા માટે કરવામાં આવી રહી નથી. અગાઉ આરોપીઓમાં હિંમત સાવજનું નામ પણ આવી ચૂકયું છે.

Most Popular

To Top