ધોધમાર વરસાદથી લોકો હેરાન પરેશાન થયા છે. પુરથી શહેરમાં કચરાનાં ઢગલા જોવા મળી રહ્યા છે. આ વરસાદ વિરામ મૂકે એવું લાગતું નથી. બફારો યથાવત છે, જ્યારે 30 જૂન સુધી વરસાદની આગાહીનાં પગલે લોકોને જાગૃત રહેવાની તાતી જરૂરિયાત છે. શહેરમાં ઠેર ઠેર કચરો ઠાલવતા હવે રોગચાળો ઉપડવાની શકયતા નકારી શકાય નહીં. મનપાની કામગીરીમાં સૌથી પહેલા શહેરમાં રસ્તા ઉપર પડેલા કચરાનાં ઢગલાને નિકાલ બહાર કરવાની જરૂરિયાત છે. દુકાનોમાં પાણીનો ભરાવો થયા બાદ સોસાયટીનાં નાકે કચરો બહાર કાઢ્યો છે.
અસરગ્રસ્ત વિસ્તારના લોકોને હાલાકી વેઠવાની છે. કારણ કે ડોર ટુ ડોર ગારબેજ કોન્ટ્રાકટરો કચરો લઈ જતા નથી. કચરો વાસ મારી રહ્યો છે. તે માટે તાકીદે મનપા દ્વારા પગલાં ભરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં શહેર રોગચાળાનાં ભરડામાં આવતું જોવા મળશે. રોડની બન્ને બાજુ કચરાના ઢગ છે. આ કામગીરી તેજ કરવાની જરૂરિયાત પર ભાર મુકવો જોઈએ. પાણીનાં નિકાલની કામગીરી માટે તંત્ર ની બેદરકારી કારણભૂત છે. પાલનપોર વરાછા અને પાલ જેવા ગીચ વિસ્તારમાં પુરનાં પાણી ઓસર્યા પછી ગંદકી વધવા પામી છે. અલબત કચરાનો નિકાલ સમયસર નહીં થાય તો રોગચાળો ફાટી નીકળે તેની નવાઈ નહિ.
સુરત – કાંતિલાલ માંડોત – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.