સંતરામપુર : સંતરામપુરના પ્રતાપપુરા અમૃત આશ્રમ નજીક આવેલી વરસો જુની ઐતિહાસિક વાવ હાલ બદતર હાલતમાં જોવા મળી રહી છે. આ ઐતિહાસિક વાવમાં કચરો અને ગંદકી ઠાલવીને વાવ પુરાઈ રહી છે. તેમ છતા પણ આ વાવની સાફ સફાઈની કામગીરી કરાતી નથી. તેને લઈને આ વાવની દૂર્દશા ખરાબ હાલતમાં જોવા મળે છે. સંતરામપુર નગરપાલિકા દ્વારા આ ઐતિહાસિક વાવનો કચરો દુર કરીને વાવની સાફસફાઈ કરાય તેવી માગ ઉઠી છે.
સંતરામપુર નગરમાં નવાબજારમાં વહોરા સમાજની મસ્જિદ પાસે આવેલી વાવ જે નગરપાલિકા હસ્તક હતી અને આ વાવ પણ કચરો નાંખી નાંખીને પુરાઈ ગઈ છે. આ વાવની જગ્યાનું શું થયું ? તે અંગે નગરપાલિકા સંતરામપુરના ચીફ ઓફીસર દ્વારા તપાસ કરી લાખ્ખો રૂપિયાની કિંમતી જમીન સબંધી કોઈ કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે. આ નવાબજારની વાવની હાલ શું પરીસ્થિતિ છે? તેની પણ તપાસ કરે તો ચોંકાવનારી હકીકતો બહાર આવે તેમ જોવા મળે તેમ છે. કલેક્ટર મહિસાગર અને પ્રાદેશીક કમિશનર નગરપાલિકા વડોદરા ઝોન દ્વારા આ વાવો સબંધીત હકીકતોની તપાસ થાય તે માટેની માંગ ઉઠી છે.