SURAT

સુરતમાં કચરા વિવાદ: 213 કરોડ ફાળવાયા હોવા છતાં કચરાનો પહાડ જસ ની તસ

દેશના અગ્રણી શહેરોમાંસ્વચ્છતામાં પહેલા નંબરે ગણાતું સુરત હવે કચરા સંભવિત કૌભાંડને લઈને ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. આરોપ છે કે 213 કરોડ રૂપિયા ખર્ચાયા હોવા છતાં ખજોદ ડમ્પિંગ સાઇટ પરથી કચરાનો વિશાળ પહાડ દૂર કરવામાં આવ્યો નથી. આ મુદ્દે અવારનવાર પ્રશ્નો ઉઠવા છતાં પણ આ મુદ્દો હજી પણ વણઉકેલ્યો છે. તો સવાલ એ છે કે આ કચરાના નિકાલ માટે ફાળવાયેલા 213 કરોડ કોણ ચટ્ટ કરી ગયું હશે?

29 ઓક્ટોબર 2022ના રોજ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એ ‘સીડી ટ્રાન્સપોર્ટ’ નામની કંપનીને 3 વર્ષમાં 790 રૂપિયા પ્રતિ ટનના દરે 30 લાખ ટન કચરો દૂર કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પરંતુ કરારની મુદત પૂર્ણ થયા બાદ પણ સાઇટ પર મોટા પ્રમાણમાં કચરાના ઢગલા યથાવત જોવા મળતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પ્રશ્ન ઉઠી રહ્યો છે કે કામ પૂર્ણ ન થયું હોવા છતાં 213 કરોડ રૂપિયાની ચુકવણી શા માટે કરવામાં આવી? સ્થળ પર કરાયેલ પડતાળ દરમિયાન ખજોદ ડમ્પિંગ સાઇટ પર કચરાના વિશાળ ઢગલા નજરે પડ્યા હતા. ટીમ ત્યાં પહોંચતા જ અંદર જવા અટકાવવાના પ્રયાસો થયા હોવાનું કહેવાય છે. સાઇટની અંદરથી ધુમાડો ઉઠતો જોવા મળ્યો હતો, અને આક્ષેપ કરવામાં આવ્યા કે ગડબડીઓને ઢાંકવા માટે કચરામાં આગ લગાવવામાં આવી રહી છે. આ મુદ્દે એમને ઘણીવાર પ્રશ્નો પૂછાવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. કારણ કે આ સવાલનો જવાબ કોઈની પાસે નથી. આ કચરાના પહાડને બાળી આ કૌભાંડને છુપાવવા બળાતા કચરાને લીધે થતા ધુમાડાને કારણે લોકોના સ્વાસ્થયની સાથે થતાં ચેડા માટે જવાબદાર કોણ છે?

સૂરત કોંગ્રેસના પૂર્વ પારષદ વિજય પાનસેરિયાએ ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી, કરાર પૂર્ણ થયા બાદ પણ નવીકરણની તૈયારી ચાલી રહી છે. તેમણે માંગ કરી કે સંબંધિત કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી એફઆઈઆર નોંધવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ મામલે શહેરમાં રાજકીય ગરમાવો વધ્યો છે અને પારદર્શક તપાસની માંગ ઉઠી રહી છે.

Most Popular

To Top