Vadodara

કચરા માટે મૂકેલા કન્ટેનરો ખસેડાશે..!

વડોદરા : ભારત સરકાર ના સ્વછતા મિશન અંતર્ગત વડોદરા શહેર ને કચરા મુક્ત બતાવી ને વાહ વાહ સ્ટાર મેળવવા મહાનગર પાલિકા થનગની રહ્યુ છે. અને વડોદરા શહેર ના વિવિધ વિસ્તારોમા આવેલા કચરા કેન્દ્રો હટાવવા ની તૈયારી શરૂ કરી દીધી છે ત્યારે અનેક સવાલો ઉભા થયા છે જેમાં શહેરના અનેક વિસ્તારો મા ડોર ટુ ડોર કચરા ના વાહનો નિયમિત આવતા નથી જેથી લોકો રોડ ની સાઈડો મા કચરો ફેંકી દેતા હોય છે. આ કચરો 15 કે 20 દિવસ સુધી કોઈ ઉપાડવા આવતું નથી.

જયારે વડોદરા મહાનગર પાલિકા ની વડી કચેરી પાછળ એટલે કે ઘર આંગણે જ ઉપરોક્ત તસ્વીર મા કચરા ના ઢગલા જોવા મળે છે. હવે જો નજીક માંજ કચરા કેન્દ્ર નહીં હોય તો લોકો કચરો નાખવા જશે ક્યાં શું પાલિકા 12 કલાક સતત શહેર ના દરેક વિસ્તારોમા કચરાની મોબાઈલ વાન દોડાવશે. હાલ આવા કચરા કેન્દ્રોમા અસંખ્ય લોકો નોકરીએ જતી વખતે પોતાના ઘર ના કચરા ની થેલીઓ નાખતા હોય છે.

જો કચરા કેન્દ્ર હટાવશે તો જયા ડોર ટુ ડોર કચરા વાળા નિયમિત નથી. તેવા વિસ્તાર ના લોકો રોડ ની સાઈડ મા કે ગમે ત્યાં કચરો ફેકશે તે સ્વાભાવિક છે આમ કચરા કેન્દ્રો હટાવાય તો શહેર મા વધુ ગંદકી થાય તો નવાઈ નહીં. પાલિકા નું શહેર ને કચરા ફ્રી બનાવવા નું આયોજન સારૂ છે. પરંતુ તે પાછળ ખૂબજ મહેનત અને જહેમત ઉઠાવવી પડશે ડોર ટુ ડોર ના રાઉન્ડ વધારવા પડશે. અને રોડ પર કચરો ફેંકતા લોકો સામે કડક પગલા નું વ્યવસ્થિત આયોજન કરવું પડશે. પરંતુ જો તમે ઘર આગણા નો જ કચરો સાફ નથી કરી શકતા તો પછી આખા કચરા કેન્દ્ર હટાવી ને શહેર આખા નો કચરો કેવી રીતે સાફ કરશો તે દિવા તળે અંધારું જેવો ઘાટ થયો ગણાશે.

વડોદરા શહેરની સ્વચ્છ બનાવવા માટે તંત્ર દ્વારા શહેરના આશરે ૨૫૦ કચરાપેટીઓ હટાવી લેવામાં આવશે અને ડોર ટુ ડોર કચરો તેનું કલેક્શન વધારવામાં આવશે અને તેને ડાયરેક્ટ કચરાના યાર્ડમાં મોકલવામાં આવશે અને શહેરમાં પડેલા કન્ટેનરમાં પણ કચરો નાખવામાં નહીં આવે તસવીરમાં કારેલીબાગ ખાતે કન્ટેનરો ખાલી પડેલા જણાય છે હવે આ કન્ટેનર પાસે ગંદકી જોવા નહીં મળે છે. વધુ સ્વચ્છ બને અને સ્વચ્છ રહે તેની તંત્ર દ્વારા કાળજી રાખવામાં આવશે.

દિવા તળે અંધારુ ખંડેરાવ માર્કેટની પાછલ ગંદકીના ઢગ
શહેરમાં એક બાજુ સ્વચ્છ અભિયાન માટેના પ્રયાસો થાય છે ત્યારે તસવીરમાં ખંડેરાવ માર્કેટની પાછળ ગંદકી ના ઢગલા ઓ નજરે પડે છે તેનો મતલબ કે દિવા તળે અંધારું સફાઈ દરરોજ નિયમિત દર અડધા કલાકે થશે તો જ આ સ્વચ્છ અભિયાન સફળ થશે.

Most Popular

To Top