મુંબઈ: તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર છોટા રાજને (Gangster Chhota Rajan) વેબ સીરિઝ સ્કૂપ (Web Series Scoop) સામે વાંધો ઉઠાવ્યો છે અને તેણે ગુરુવારે આ માટે બોમ્બે હાઈકોર્ટમાં (Bombay HC) અરજી પણ કરી છે. આ વેબસિરિઝ 2 જૂનનાં રોજ ઓટીટી પ્લેટફોર્મના નેટફ્લિક્સ પર જોવા મળશે. ગેંગસ્ટરે સીરિઝની રિલિઝ પર અને તેના ટ્રેલરને હટાવવા માટેની માગ કરી છે. રાજને કહ્યું કે તેની અનુમતિ વગર સીરિઝમાં તેના ફોટા અને અવાજનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેનાં કારણે તેને માનહાનિ સાથે તેના નિજિ અધિકારોનું પણ ઉલ્લંઘન થયું છે.
હંસલ મહેતા અને નેટફ્લિક્સ એન્ટરટેઈનમેન્ટ સર્વિસીઝ ઈન્ડિયા સહિતના શ્રેણીના નિર્માતાઓને તેના અંગત અધિકારોનું ઉલ્લંઘન કરવા માટે પ્રતિબંધિત કરવાનો મનાઈ હુકમ પણ રાજને માંગ્યો હતો. રાજને આ માટે 1 રૂપિયાનું વળતર અથવા સિરીઝના ટ્રેલરના ટેલિકાસ્ટ દ્વારા નિર્માતાઓ દ્વારા કમાયેલા પૈસા જાહેર ઉપયોગ અથવા સમાજના સારા માટે જમા કરાવવાની પણ માંગ કરી હતી. તેણે કહ્યું મારી સહમતિ વગર તેઓ એક પણ વસ્તુનો ઉપયોગ કરી શકે નહિં.
રાજને કરેલી અરજીમાં જણાવ્યું કે તેને આ અંગેની જાણકારી તેની પત્ની પાસેથી મળી છે. તેણે કહ્યું મારી પત્નીએ મે 2023માં મારી પત્નીએ સીરિઝના ટ્રેલર અંગે કહ્યું હતું. તેણે કહ્યું આ સીરિઝના નિર્માતાઓને તેનું નામ, ફોટો, અવાજ વગેરેનો ઉપયોગ કરવા માટે તેમજ કોઈ અન્ય કાર્યક્રમ સાથે જોડવા માટે અનુમતિ આપી નથી. જેના કારણે અધિકારનું ઉલ્લંઘન થયું છે. તેણે કહ્યું તેના વ્યક્તિત્વને બદનક્ષી કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે હવે હાઈકોર્ટની વેકેશન બેન્ચ આ અરજી પર શુક્રવારે સુનાવણી કરી શકે છે.
જાણો કોના આધારિત છે સ્કૂપા સીરિઝ
નેટફ્લિક્સની આ સીરિઝ સ્કૂપ પત્રકાર જિગ્ના વોરા પર આધારિત છે. જિગ્નાને મિડ-ડેના પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યાના કનેકશનમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. લાંબા અરસા સુધી જેલમાં રહેલી જિગ્નાને કોર્ટે નિર્દોષ હોવાનું જણાવી મુક્ત કરી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ જિગ્નાએ એના જેલવાસના અનુભવોને બિહાઇન્ડ ધ બાર્સ ઇન ભાયખલા : માય ડેઝ ઇન પ્રિઝનમાં વર્ણવ્યા છે. જ્યોતિર્મય ડે અંડર વર્લ્ડ વિરુદ્ઘ લખતા હતા. 11 જુલાઈ 2011ના રોજ તેઓ પવઈ ખાતે ઘરે જતા હતા તે સમયે કેટલાક લોકોએ તેમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.