નવી દિલ્હી: રાજસ્થાનના (Rajasthan) સીકરમાં (Sikar) ફરી એકવાર ગેંગ વોરની (Gang war) ઘટના સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ગેંગસ્ટર રાજુ ઠેઠની (Gangster Raju Theth) ગોળી મારીને હત્યા (shot dead) કરવામાં આવી છે. આ ઘટના સીકરના ઉદ્યોગ નગર વિસ્તારમાં બની હતી. રાજુ ઠેઠની તેમના ઘર નજીક અજાણ્યા બદમાશોએ ગોળી મારી હત્યા કરી હતી.
મળતી માહિતી મુજબ રાજુ ઠેઠની આનંદપાલ ગેંગ સાથે દુશ્મની ચાલી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં આનંદપાલ ગેંગ અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે મળીને કામ કરી રહી હતી. લોરેન્સ ગેંગના હિસ્ટ્રીશીટર રોહિત ગોદારાએ રાજુ ઠેઠના મૃત્યુની જવાબદારી લીધી છે. સાથે જ કહ્યું કે આનંદપાલ અને બલવીરની હત્યાનો બદલો લેવામાં આવ્યો છે.
આ હત્યાની જવાબદારી રોહિત ગોદારા નામના ફેસબુક આઈડી પરથી લેવામાં આવી છે. આનંદપાલ અને બલબીર બાનુડાની હત્યાનો બદલો લેવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રોહિત ગોદરાએ લખ્યું છે કે હું હત્યાની જવાબદારી લઉં છું, બદલો પૂર્ણ થઈ ગયો છે.
જુઓ ઘટનાનો ભયાનક વીડિયો..
આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બદમાશો ખુલ્લેઆમ ફાયરિંગ કરી રહ્યા છે. વીડિયોમાં ચાર આરોપીઓ દેખાઈ રહ્યા છે. ચારેયના હાથમાં હથિયાર છે. આરોપીઓએ રાજુ થીથ પર ફાયરિંગ શરૂ કરતા જ નાસભાગ મચી ગઈ છે. ગોળીઓનો અવાજ સાંભળીને લોકો દોડવા લાગે છે. ગોળી માર્યા બાદ ઓરોપી કોઈનો પણ ડર રાખ્યા વગર આરમથી બંદૂક હાથમાં પકડીને નીકળે છે. ત્યારે થોડેક આગળ જઈ એક આરોપી હવામાં ફાયરિંગ પણ કરે છે.
આ ઘટનાની જવાબદારી સ્વીકારનાર રોહિત ગોદારા હાલમાં અઝરબૈજાનના લોરેસ અને ગોલ્ડીની ક્રાઈમ કંપની ચલાવે છે, તે ભારતમાંથી વોન્ટેડ છે. ફરાર થવા દરમિયાન દીપક ટીનુને આશ્રય અને ગ્રેનેડ આપવામાં રોહિતનો હાથ હતો. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજુ ઠેઠની હત્યા માટે લગભગ 10 વર્ષથી પ્લાન બનાવવામાં આવી રહ્યો હતો. આ પ્લાનમાં લોરેન્સ આનંદપાલ ગેંગ અને કાલા જાથેડી ગેંગ સાથે સંકળાયેલા શૂટર્સ બનાવતો હતો.
સ્પષ્ટ છે કે રાજુ ઠેઠ ઘણા સમયથી આ ગેંગના નિશાના પર હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબાર કરનારાઓ હરિયાણાના હોવાનું કહેવાય છે. ઘટનામાં ગેંગસ્ટર અંકિત ભાદુ, મોનુ બાનાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. આ ઘટના રાજસ્થાન અને હરિયાણા સાથે જોડાયેલી છે.