SURAT

લોડેડ પિસ્ટલ સાથે ફરતો બિહારની ગેંગનો વોન્ટેડ ગેંગસ્ટર સુરતમાંથી પકડાયો

સુરત(Surat): બિહારના (Bihar) કુખ્યાત ગેંગસ્ટરને (Wanted Gangster) સુરત પોલીસે (SuratCityPolice) સચીન જીઆઈડીસીમાંથી ઝડપી પાડ્યો છે. બિહારની નૌટંકી ગેંગનો (NautankiGang) આ ગેંગસ્ટર સહિત બે ઈસમોને પોલીસે દેશી બનાવટની લોડેડ પિસ્ટલ સાથે પકડ્યા છે. આ ગેંગસ્ટર પર બિહારમાં 50,000નું ઈનામ હોવાનું જાણવા મળ્યું છે.

  • સચિન જીઆઈડીસી પોલીસે બિહારની નૌટંકી ગેંગના અમિતસિંગ ઉર્ફે ગદ્દરસિંગ પરમેંદરસીંગ ઉર્ફે લાલુસિંગ રાજપુત અને રૂમ પાર્ટનર ઉડન કુમાર કુસ્વાહની કરી ધરપકડ
  • અમિત સિંગ વિરુદ્ધ બિહારમાં ધાડ, લુંટ, હત્યા , રાયોટિંગ, આર્મ્સ એક્ટ, પોલીસ ઉપર હુમલો કરવા સહિતના ગંભીર ગુનાઓ છે

પ્રાપ્ત માહિતી અનુસાર બિહારના છપરા સારન અને મુઝફ્ફનગરની નૌટંકી ગેંગના ગેંગસ્ટરને સુરત પોલીસે સચિન જીઆઈડીસીની લક્ષ્મીવિલા ટાઉનશીપમાંથી પકડ્યો છે. આ ગેંગસ્ટર પર બિહારમાં હત્યા, ધાડલૂંટ, આર્મ્સ એક્ટ, પોલીસ ઉપર હુમલા સહિતના ગંભીર ગુના હેઠળ ફરિયાદો છે. ગેંગના સૂત્રધાર નૌટંકીને પકડવા બિહાર પોલીસે 3 લાખ રૂપિયાનું ઇનામ જાહેર છે.

દરમિયાન બિહારના સારન જિલ્લાના માંજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટીંગ-હત્યાના પ્રયાસ તથા પોલીસ ઉપર હુમલાના ગુનામાં વોન્ટેડ અંકિતસીંગ ઉર્ફે ગદ્દરસીંગને પકડવા બે દિવસ પહેલાં બિહાર એસટીએફની ટીમ સુરત આવી હતી. તેથી સચિન જીઆઈડીસી પોલીસ પણ સક્રિય થઈ હતી અને બાતમીના આધારે જીઆઈડીસીની લક્ષ્મીવિલા ટાઉનશીપમાંથી અંકિતસીંગ (ઉ.વ. 20રહે. લક્ષ્મીવિલા ટાઉનશીપ, સચિન જીઆઈડીસી અને મૂળ. મુબારકપુર, તા. માજી. સારન, છપરા, બિહાર) અને તેના રૂમ પાર્ટનર ઉડનકુમાર નવલકિશોરપ્રસાદ કુસ્વાહ (ઉં.વ. 20 મૂળ રહે. લકરીતોલા, તા. માધુપુર, જી. શિવાન, બિહાર)ને ઝડપી પડ્યા હતા. આરોપીઓ પાસેથી 5 કાર્ટિઝ લોડેડ દેશી બનાવટની પિસ્ટલ મળી આવી હતી. પોલીસે પિસ્ટલ, કાર્ટીઝ અને બે મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

પકડાયેલ આરોપી વિશે પોલીસે જણાવ્યું હતું કે રીઢા ગુનેગાર અંકિતસીંગ નૌટંકી ગેંગનો ગેંગસ્ટર છે. આ ગેંગના સૂત્રધાર માટે 3 લાખ તો અંકિતસીંગને પકડવા માટે 50,000નું ઈનામ છે. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર નૌટંકી પણ ફરાર છે. ગેંગસ્ટર અમિતસીંગ બિહાર પોલીસથી બચવા સુરતના સચિન GIDC ખાતે રહેતા તેના મિત્ર ઉડન કુસ્વહ પાસે આવી રહેતો હતો.અને આ ઉડન પણ ધાડલૂંટ જેવા ગુનામાં જેલવાસ ભોગવી ચુકયો છે. વતન ખાતે ગંભીર ગુના આચરી સુરત ભાગી આવનાર અંકિતસીંગ કારખાનમાં સાડી કટીંગ અને ફોલ્ડીંગનું કામ કરતો હતો.

Most Popular

To Top