લિવૂડની જોતા કહી જાઓ એવી એક્ટ્રેસ દિશા પટાણીના ઘરની બહાર ધોળા દહાડે ગોળીઓ ચલાવવામાં આવી હતી! એ કોઈ ફિલ્મ વાળી નહી, અસલી. જ્યારે આ બધું થયું, ત્યારે ઘરમાં દિશાના પપ્પા જે રિટાયર્ડ DSP છે. તેની મોટી બહેન ખુશ્બુ જે પોતે પણ આર્મીમાં છે અને તેની મમ્મી હાજર હતા. વાત એમ બની હતી કે ખુશ્બુએ પ્રેમાનંદ મહારાજ અને

અનિરુદ્ધાચાર્ય મહારાજ વિશે કોમેન્ટ કરી હતી, જેને કેટલાક ગુંડાઓને ધર્મનું અપમાન લાગ્યું. તે બાબતે બોલિવૂડમાં ઘમકી આપવા જાણીતા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે સોશ્યલ મીડિયા પર લખ્યું ,‘જય શ્રી રામ! ખુશ્બુએ અમારા સંતોને બદનામ કર્યા, સનાતન ધર્મને ઠેસ પહોંચાડી. આ તો ટ્રેલર છે, આગળ વધારે કરીશું!’ અને આ હુમલો કર્યો. પોલીસે આની તપાસ ચાલુ કરી છે, પણ આવી તપાસ તો બીજા ધણા સેલેબ્રિટીને મળેલી ઘમકીઓની પણ ચાલું છે. જેનો કોઈ પૂરાવો મળતો નથી. બસ તપાસ ચાલે છે. અને એક ગુંડાને ધર્મ વિશે લાગી આવે તે કેટલું ફિલ્મી છે! ફિલ્મનાં કલાકારોને ધમકીઓ મળતી રહેતી નવી બાબત નથી જ પણ જે બાબતે ધમકી મળી તે જરૂર
નવી છે. •