Vadodara

શહેરમાં એક જ રાતમાં 5 ઇકો કારમાંથી 4.10 લાખની મતાના 5 સાઇલેન્સરની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ

વડોદરા : શહેરમાં એક રાતમાં બે વિસ્તારમાંથી 5 ઇકો કારમાંથી 5 સાઇલેન્સરની ચોરી થવા પામી છે. ફક્ત કાર ના જ સાઇલેન્સર તફડાવતી ટોળકી ત્રણ લાખના સાઇલેન્સર તફડાવીને ફરાર થઇ છે. 4 સાઇલેન્સર ચોરીના બનાવમાં ઘર પાસે પાર્ક કરેલ ત્રણ ઇકો કારમાંથી જયારે કાર જપ્તી થયેલા ગોડાઉનમાંથી પણ 2 ઇકો કારના સાઇલેન્સર તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવ્યા છે. 4.10 લાખની િકંમતના 4 સાઇલેન્સર ચોરીના બનાવમાં ઇકો કારના માલિકોએ સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી સાઇલેન્સર ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. 

સાઈલન્સર ચોરીના પ્રથમ બનાવમાં મકરપુરા વિસ્તારના નોવિનો તરસાલી રોડ પર રહેતા પંકજ જયનારાયણ રાય મકરપુરા હોસ્પિટલ પાસે સ્કાયલોન કોમ્પ્લેક્ષ ખાતે બુટીકની દુકાન ધરાવી વેપાર કરે છે.  ગત 30 જૂને તેમને બહાર જવાનું હોવાથી પોતાની ઇકો કાર લઇ જવા નીકળતા હતા. જોકે કારને શરૂ કરતા અવાજ અલગ રીતે આવતો હતો. જેથી ઉતરી તપાસ કરતા કારનું સાઇલેન્સર મળી આવ્યું ન હતું અને ચોરી થયાનું જણાયું હતું. ત્યારબાદ આસપાસમાં તપાસ કરતા બાજુમાં પાર્ક કરેલ રોહિત મનોહર ગાયકવાડની ઇકો કારમાં પણ સાઈલન્સર જોવા મળ્યું ન હતું અને ચોરી થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. સાઇલેન્સર ચોરીના બીજા બનાવમાં માંજલપુરની મણિનગર સોસાયટીમાં રહેતા સુકેતુ જશુભાઈ પટેલ કરજણ ખાતેની એલએનટી કંપનીમાં એકાઉન્ટન્ટ  તરીકે નોકરી છે. ગત 20 જૂને તેમને પોતાની ઇકો કારને શરૂ કરતા કારનો અવાજ એકદમથી અલગ રીતે આવતો હતો. જેથી તેમણે તપાસ કરતા કારનું સાઇલેન્સર મળી આવ્યું ન હતું અને ચોરી થયાનું જણાયું હતું.

ત્રીજા બનાવમાં અટલાદરા ગામના મોટા ફળીયામાં રહેતા મનહરભાઈ છગનભાઇ ચૌહાણ પોતાની ઇકો કારને વર્ધીમાં ચલાવી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે.  તેઓ અને તેમના મિત્ર ગોવિંદભાઈ છગનભાઇ  ચૌહાણ પોતાની બંને ઇકો કારને તેમના ઘર નજીક આવેલા વી /3  કોમ્પ્લેક્ષ ખાતેના આંબલી પાસેના પાર્કિંગમાં પાર્ક કરતા હતા.  ગત 24 જૂને બહાર જવાનું હોવાથી પોતાની ઇકો કાર લઇ જવા નીકળતા હતા. જોકે ઇકો કારને શરૂ કરતા કારનો અવાજ અલગ રીતે આવતો હતો. તપાસ કરતા કારનું સાઇલેન્સર મળી આવ્યું ન હતું અને ચોરી થયાનું જણાયું હતું.

Most Popular

To Top