Vadodara

લોન અપાવવાના બહાને વેપારીના 20 લાખ ઠગાઇ કરનાર ગેંગ ઝડપાઇ

વડોદરા: લોન અપાવવના બહાને મહારાષ્ટ્રના વેપારીને વડોદરા લાવ્યા બાદ રૂા. 20 લાખની બેગ લઇને નો દો ગ્યારાહ થઇ જનાર ગેંગના 6 લોકોનો સયાજીગંજ પોલીસે નવસારીથી ઝડપી પાડી હતી. તેમની પાસેથી રોકડા 15 લાખ, 10 મોબાઇલ અને કાર મળી 30.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે અન્ય પાંચ જણાને વોન્ટેડ જાહેર કર્યા છે. મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં રહેતા પ્રશાંત ગોપાલભાઇ નનાવરે (ઉં.વ.44) મિનરલ પાણીની બોટલનું માર્કેટિંગ કરે છે. ત્રણ મહિના પહેલા પુના ખાતે રહેતા સારગ ગડકરી તથા લોન અપાવવનું કામ કરતા મિલિન બાપર સાથ મુલાકાત થઇ હતી.

જેથી વેપારીએ પોતાને ધંધા માટે રૂપિયાની જરૂર હોવાથી મારે લોન લેવી છે તેવું જણાવ્યું હતું. ત્યારે બંનેએ વેપારીને રાજ જગતાના મિત્ર રોહિત જાવદ લોન આપવાનું કામ કરે છે.ત્રિપૂટીએ રોહિત જાવદ સાથે મુલાકાત કરાવતા તેણે એક કરોડથી પંદર કરોડ સુધીની લોન અપાવું છુ તેમ કહ્યું હતું. મારી ઓફિસ વડોદરામાં છે જેથી તમારે ત્યાં આવવુ પડશે. લોન પાસ કરાવવા માટે તમારે પ્રોસેસ,સ્ટેમ્પ તથા કમિશન પેટે રૂા.20 લાખ આપવા પડશે. તમારા કાગળોનો ખર્ચો પણ અમે કરીશુ તેમ કહી વિશ્વાસ કેળવી લીધો હતો. જેથી વેપારીએ કમિશન પેટે ચૂકવવાના બેન્કમાંથી 20 લાખ ઉપાડ્યા હતા. ત્યારબાદ 5 એપ્રિલના રોજ વેપારીને લઇને સારગ ગડકરી, મિલિન બાપર, રાજ જગતાપ તથા વેપારીનો મિત્ર સંકેત જાવદ રાતના સમયે ટ્રેનમાં બેસી વડોદરા આવ્યા હતા અને આદિત્ય હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો.

ત્યાં બપોરના સમયે રોહિત જાદવ હોટલ પર મળવા માટે આવ્યો હતો અને જણાવ્યું હતું કે બેન્કના અધિકારીઓ સૂર્યા પેલેસ હોટલમાં રોકાયેલા રોહિત જાદવ તથા બેન્કના અધિકારી તરીકેની ઓળખ કરાવી જોષી તથા તેની સાથેનો બીજો યશ રાવલ તથા અદિતી હોટલથી સિટીમાં રોહિત જાદવની ઓફિસ સુધી વેપારીને લઇ જનાર શખ્સ તથા સિટીમાં ઓફિસમાં બે માણસો અગાઉથી હાજર હતા ત્યારબાદ અન્ય બે પોલીસ હોવાની ખોટી ઓળખ આપનાર વિક્રમ પવાર તથા તેની સાથેનો જય સંતોષે ભેગા મળી પૂર્વ યોજિત કાવતરુ રીચ વેપારી તથા તેના મિત્રને હોટલના રૂમમાંથી 20 લાખ ભરેલી બેગ લઇને ફરાર થઇ ગયા હતા. જેથી વેપારી સયાજીગંજ પોલીસ સ્ટશેનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ છ શખ્સોની ધરપકડ કરી હતી જ્યારે ત્રણ શખ્સનો વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપીઓ પાસેથી રોકડા રૂા. 15 લાખ, 20 મોબાઇલ 60 હજાર અને કાર રૂા.15 લાખ મળી 30.60 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.

Most Popular

To Top