વડોદરા, તા.13
હિંદુ પંચાંગ અનુસાર દર વર્ષે મહા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિને ગણેશ જયંતી ઉજવામાં આવે છે. આને મહા વિનાયક ચતુર્થી, ગણેશ ચતુર્થી જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે ગણેશ જયંતી 13 ફેબ્રુઆરીએ ઉજવાય છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશની વિધિસર પૂજા કરવાની સાથે વ્રત રાખવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂરી થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.
વડોદરા શહેર રાવપુરા પાસે આવેલ ભાવકાઢે ની ગલીમાં આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં આજે ગણપતિ દાદાને કેસર સ્નાન કરવામાં આવ્યા હતા સાથે આજે ગણેશ જન્મ નિમિત્તે 12:30 કલાકે મહા આરતી કરવામાં આવી હતી અને કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી.
મહા આરતી મા મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને મહા આરતીનો લાવો લીધો હતો સાથે મંદિરમાં ગણપતિ બાપા મોરિયા અને ગણપતિ ના મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા વધુમાં મંદિરના મહારાજે માહિતી આપી હતી
જ્યારે રેસકોર્સ સ્થિત ઈન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન (ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ) દ્વારા રાષ્ટ્ર ઉન્નતી માટે શ્રી ગણેશ યાગ યજ્ઞ સાથે સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવનાર છે. આજે માગી ગણેશ ઉત્સવ એટલે કે માધી ગણેશ ઉત્સવ, માધી શુક્લ ગણેશ જયંતિ, માધી શુકલ ચતુર્થી, તીલકુંડ ચતુર્થી, માંઘી ગણેશ જયંતિ અને વરદ ચતુર્થી તરીકે કહેવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ ગણેશ જયંતી માઘ મહિનામાં શુક્લ પક્ષની ચતુર્થી તિથિ પર ઉજવવામાં આવે છે. જે ગ્રગોરિયન કેલેન્ડરમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી વચ્ચે આવે છે.
માધી ગણેશ જયંતી નિમિત્તે ઇન્દ્રપ્રસ્થ મંડળ દ્વારા રાષ્ટ્ર ઉન્નતી માટે સવારના ૯ કલાકથી શ્રી ગણેશ યાગ યજ્ઞ સાથે પ્રારંભ કરવામાં આવ્યો. જેમાં ૧૦૦૮ લાડું હોમવમાં આવ્યા હતા સાથે ગણેશજીને પ્રસાદીનો ભોજન ધરાવવામાં આવ્યું હતું જે પ્રસાદીનું ઈન્દ્રપ્રસ્થનું રસોડું અને સૌનું રસોડું પરથી વિતરણ કરવામાં આવ્યું છે. સાંજ ૭ કલાકે મહા આરતી સાથે યજ્ઞની પુર્ણાહુતી થઇ હતી.
શહેરમાં વિવિધ સ્થળોએ, મંદિરોમાં ગણેશ જન્મોત્સવ ઉજવાયો
By
Posted on