Charchapatra

ગણેશ વિસર્જન કે મુસીબત સર્જન

હવેનાં પ્રતિસ્પર્ધાના જમાનામાં ગણેશ મંડળના આયોજકો ચડસાચડસી અને દેખાદેખી કરવાની હોડમાં ગણેશજીની જરૂરત કરતાં પણ વિશાળકાય મૂર્તિઓની સ્થાપના કરે છે. આ મૂર્તિઓના વિસર્જન સમયે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે.સૌ પ્રથમ તો મૂર્તિઓની સ્થાપના કરવા માટે મોટી જગ્યાની આવશ્યકતા રહે છે.ત્યારબાદ વિસર્જનના દિવસે એટલા મોટા વાહનોની તજવીજ કરવી પડે છે. આટલી મોટી મૂર્તિઓ સાચવવી બહું અઘરી પડે છે અને આપણાં ખાબડખૂબડ રસ્તાઓના કારણે ક્યારેક મૂર્તિઓ ખંડિત પણ થઈ જાય છે. વિશાળકાય મૂર્તિઓના કારણે વાહનચાલકોને ઘણી આબદા વેઠવી પડે છે.

જે તળાવ, સરોવર કે ડેમમાં ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન કરવાનું હોય ત્યાં વાહનવ્યવહાર જામ થઈ જાય છે અને મૂર્તિઓ ડૂબાડવા માટે પડાપડી થઈ જાય છે. વિશાળકાય મૂર્તિઓ હોવાના કારણે મૂર્તિઓ સહેલાઈથી ડૂબી શકતી નથી એથી એને મોટા દંડાઓ મારીને ડૂબાડવામાં આવે છે એથી મૂર્તિઓના હાથ કે પગ ખંડિત થઈ જાય છે. આ ઉપરાંત દર વખતે વજનદાર મૂર્તિઓના ભારને કારણે તથા અન્ય કારણોસર અમુક વ્યક્તિઓના ડૂબી જવાથી મોત થાય છે. બે ત્રણ દિવસ પછી અધૂરી ડૂબેલી કે ખંડિત થયેલી મૂર્તિઓ ઉપર આવી જાય છે એથી ભાવિક ભક્તોનાં દિલ દુભાય છે. આમ ગણેશ વિસર્જનનો સુખદ પ્રસંગ દુ:ખદ અવસરમાં બદલાઈ જાય છે.
હાલોલ- યોગેશભાઈ આર જોશી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સમાજ પરિવર્તનશીલ છે
રાજા રામમોહાન જે સમાજમાં કુરિવાજો થી સમાજનું અકલ્યાણ થતું અટકાવવામાં પોતાની જીંદગી ખર્ચી નાંખી બાળવિવાહ, વિધવા વિવાહ, સતીપ્રથા તેમજ જન્મજાત બાળકીને ડુબાડી દેવાની પ્રથા સમાજને જાગૃત કરીને જ સામાજીક કુરિવાજોની નાબુદી માનાવ કલ્યાણ અર્થે યોજી તે માટે તેઓ સમાજના રૂણી છે. દર વર્ષે પલ્લી ગામમાં પચાસ કારોડના ઘીનો ભગવાન પર અભિષેક થાય છે, ઈતરજ્ઞાની ટીકાઓ કરે છે ભલે તે ટીકા વ્યાજબી છે પણ તેનું સોલ્યુશન એક સામાજીક સેવા પ્રદાન કરનાર અભિષેક ધારણ કર્યો છે જે ઘી પગે રગદોળાય છે તે ઘી ખોબે ખોબે પોતાના પાત્રોમાં ભરી કુપોષણથી પીડાતા સંતાનોને ખવડાવે છે, આવો પ્રેક્ટિકલ ઉપાય ભગવાન અને ગરીબો બંને ખુશ થાય. આ ઘી રીયુઝ કરી ભાવનાને ઠેસ પહોંચાડ્યા વગર વિના મૂલ્યે ગરીબોને વહેંચવાનું પૂણ્ય પ્રાપ્ત કરનારને સમાજ તેમની ખરી ઋણી છે.
અડાજણ          – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top