સુરતના ડુમસ સહિત ગુજરાતના આ 11 પ્રવાસન સ્થળોને વિકસાવવા સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો – Gujaratmitra Daily Newspaper

Gujarat

સુરતના ડુમસ સહિત ગુજરાતના આ 11 પ્રવાસન સ્થળોને વિકસાવવા સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો

ગાંધીનગર: (Gandhinagar) રાજય સરકાર (Gujarat Government) દ્વ્રારા નવા 11 પ્રવાસન સ્થળો (Tourist destinations) વિકસાવવામાં આવનાર છે. જેમાં ઐતિહાસિક તથા પૌરાણિક સ્થળો વિકસાવવામાં આવનાર છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગ , સુરતમાં ડુમ્મસનો બીચ , સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારા વચ્ચે આવતા પ્રવાસન સ્થળોનો સમાવેશ કરાયો છે. પ્રવાસન વિભાગના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોનો સમાવેશ કરાયો છે. જેમાં હાલની હયાત પ્રવાસન સુવિધાઓ વધારો કરીને તેને સારી રીતે વિકસાવવામાં આવનાર છે.

નવા 11 પ્રવાસન સ્થળોમાં પોળોના જંગલો , ઝવેરચંદ મેઘાણી ટુરિસ્ટ સરર્કિટ, મોરબી દયાનંદ સરસ્વતી ટ્રસ્ટ , બેટ દ્વ્રારકા તથા શિયાળ બેટ , પોરબંદર બીચ . સુરત ખાતે ડુમ્મ,સુરતનો ડુમ્મસનો બીચ , ભીમરાડ ગાંધી સ્મારક, ડાંગ સર્કિટમાં પંમ્પા સરોવર , શબરી ધામ , અંજની કુંડ તથા ગીરા ધોધનો સમાવેશ થાય છે.

8 નવા હેલીપેડ વિકસાવાશે
રાજય સરકારના પ્રવાસન વિભાગ દ્વ્રારા 8 યાત્રાધામો ખાતે હેલીપેડ તથા અમદાવાદમા હેલીપોડ વિકસાવવામા આવનાર છે. જયાથી સતત હેલીકોપ્ચરની સેવાઓ મળી રહેશે. જયાં હેલિપેડ વિકસાવવામાં આવનાર છે તે યાત્રાધામોમાં પાલીતાણા, અંબાજી , સોમનાથ , ઠાકોર , શામળાજી , દ્વ્રારકા , સાપુતારાનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતના પવિત્ર યાત્રાધામ જેવાં કે દ્વારકા, સોમનાથ અને અંબાજીમાં હેલિપોર્ટ બનાવવાની યોજના પછી રાજ્ય સરકાર બંધ થયેલું સી-પ્લેન ફરીથી શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. અમદાવાદના રિવરફ્રન્ટથી કેવડિયા જતું સી-પ્લેન બંધ થતાં ભાવનગર જિલ્લામાં પાલિતાણા પાસે શેત્રુંજી જળાશયમાં અને મહેસાણા પાસે ધરોઇ ડેમ પાસે શરૂ થનારી સી-પ્લેનની સર્વિસમાં ફરી એકવાર વિલંબ થયો છે. આ બન્ને સર્વિસ સ્પાઇસજેટ કંપની ઓપરેટ કરવાની હતી. હવે રાજ્યના કેબિનેટ મંત્રીએ રિવરફ્રન્ટથી કેવડિયાની સી-પ્લેન સર્વિસ ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે,

જણાવી દઈએ કે ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં જ ગુજરાત સરકાર દ્વારા લોકો માટે એરએમ્બ્યુલન્સ, રિવરફ્રન્ટથી નર્મદાના કેવડિયા સુધીની સી-પ્લેન સુવિધા, ધાર્મિક સંસ્થાનો સુધી હેલિકોપ્ટરની સુવિધા અને લોકોના આનંદ માટે હેલિકોપ્ટરની જોયરાઈડ્ઝ શરૂ કરવા માટેની તૈયારી કરી લેવાઈ છે.

Most Popular

To Top