Gujarat

ઘટસ્ફોટ: હેડ કલાર્કની પરીક્ષાનું પેપર પ્રીન્ટીંગ પ્રેસમાંથી 9 લાખમાં લીક થયુ હતું

ગાંધીનગર: (Gandhinagar) તાજેતરમાં લેવાયેલી હેડ કલાર્કની પરીક્ષાનું પેપર (Exam Paper) અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે આવેલા પ્રીન્ટીગ પ્રેસમાંથી (Printing Press) લીક (Leak) થયુ છે. પ્રીન્ટીગ પ્રેસના હેડકલાર્ક તથ સુપરવાઈઝર એવા કિશોર આચાર્યએ 9 લાખ લઈને વેચ્યુ હતું. અગાઉ ગાંધીનગર સરકાર દ્વ્રારા લેવાયેલી લોક રક્ષકની (LRD) ભરતી માટે લેવાયેલી પરીક્ષામાં પણ પેપર પ્રીન્ટીંગ પ્રેસમાંથી લીક થયુ હતું. આ રીતે સતત બીજી વખત પ્રીન્ટીંગ પ્રેસમાંથી પેપર લીક થયાનું બહાર આવ્યુ છે. પ્રીન્ટીગ પ્રેસના હેડ કલાર્ક કિશોર આચાર્યએ તેના નજીકના સગા મંગેશ શશીકાંત શીરકેને વેચ્યુ હતું. મંગેશ દ્વ્રારા આ પેપર આગળ અમદાવાદના હાથીજણના દિપક મહેન્દ્ર પટેલને વેચ્યુ હતું. દિપકે આગળ જતાં સાબરકાંઠાના જયેશ પટેલ તથા દેવલ પટેલને પેપર 9 લાખમાં વેચી માર્યુ હતું.

મંગેશ શીરકેની પત્નીના કૌટુંબિક કાકા કિશોર આચાર્ય થાય છે. એટલે કિશોર આચાર્યએ આ પેપર મંગેશને આપ્યુ હતું. મંગેશે હાથીજણની હોસ્પિટલમાં એમ્બ્યૂલન્સ ડ્રાઈવર દિપક પચેલને વેચ્યુ હતું. આ રીતે આખી પરીક્ષાનું પેપર આગળ વધીને 10 થી 20 લાખ લઈને વેચાયુ હતું. જેમા તપાસ દરમ્યાન પોલીસે હિંમતનગરમાં દર્શન વ્યાસના ઘરેથી એક કોથળામાંથી 23 લાખ રોકડા મલી આવતા તે જપ્ત કરી લીધા છે. સાબરકાંઠાના એસપી નીરજ કુમાર બડગુર્જરે કહયું હતું કે પોલીસે અત્યાર સુધીમાં 8 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. જયારે હજુયે જયેશ પટેલ , સતિષ ઉર્ફે હેપ્પી પટેલ તથા દેવલ પટેલની ધરપકડના ચક્રો ગતિમાન કરેલા છે. જયારે જશવંત પટેલ , ધ્રુવ બારોટ , મહેશકુમાર પટેલ , ચિંતન પટેલ , કુલદિપકુમાર પટેલ , દર્શન વ્યાસ , સુરેશ પટેલ અને મહેન્દ્ર પટેલની ધરપકડ કરી લેવાઈ છે. આ ધરપકડ કરાયેલા 8 આરોપીઓને સ્પે. કોર્ટ સમક્ષ રિમાન્ડ માટે રજૂ કરાંતા આગામી તા.27મી ડિસે . સુધીના 9 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.

ગાંધીનગર રેન્જ આઈજી અભયસિંહ ચુડાસમાએ કહયું હતું કે , હાથીજણના દિપક પટેલની કડકાઈથી પુછપરછ કરતાં તેણે સમગ્ર હકીકત જણાવી હતી. જેના પગલે પ્રીન્ટીગ પ્રેસના હેડ કલાર્ક કિશોર આચાર્ચ તથા મંગેશ શીરકેની પણ ધરપકડ કરી લેવાઈ હતી. નાસતા ફરતાં મુખ્ય સૂત્રધારો જયેશ પચેલલ તથા દેવસ પટેલને મંગેશે પેપર આપ્યુ હતું. પેપર લીક કેસમાં પોલીસ દ્વ્રારા આરોપીઓની સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો દાખલ કરવાની વિચારણા ચાલી રહી છે.

Most Popular

To Top