Gujarat

ગાંઘીનગરમાં કેબિનેટ બેઠક દરમ્યાન હેડ કલાર્કની પરીક્ષા અંગે થઈ ચર્ચા

હેડ કલાર્કની (Head Clerk) 186 જેટલી પરીક્ષાનાં (Exzam) પેપર લીક થયા બાદ આ પરીક્ષા સરકારે (Goverment) રદ કરી છે. સરકાર પર ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનની હકાલપટ્ટી કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) નેતૃત્વ હેઠળની સરકાર પર વોરાને હટાવવા માટે દબાણ વધ્યુ છે. આસીત વોરા ઉપર હજપ પણ શંકાનુ મોજુ મંડરાઈ રહ્યું છે. કોઈ પણ સમયે વોરા સામે પગલા લેવાય તેવી સંભાવના છે.

ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને હવે રાજીનામુ આપવા ચારે દિશામાંથી દબાણ વધી રહયુ છે તેવામાં તેમના રાજીનામાનીં અટકળો વચ્ચે અસિત વોરા આજે સવારે સ્વર્ણિમ સંકુલ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને મળવા પહોચ્યા હતા. આજે સવારે તેમને સીએમ ઓફિસમાંથી તેડુ આવ્યુ હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વ્રારા હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થઈ જવાના મામલે અસિત વોરાનો ઉધડો લઈ નાંખ્યો હતો. ખાસ કરીને સૂર્યા ઓફસેટમાંથી પેપર લીક થવાના મામલે ઉગ્ર ચર્ચા થવા પામી હતી એટલું જ નહીં ગૌણ સેવા પસંદગી મંડળની બેદકરારી મામલે સીએમ પટેલે આકરા શબ્દોમાં વોરાની ટીકા કરી હતી. પોલીસ તપાસમાં અસિત વોરા સામે હજુ સુધી કોઈ પુરવા સામે આવ્યા નથી.

આજે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં પર પેપર લીક મામલે લંબાણપૂર્વકની ચર્ચા થવા પામી હતી. જે દરમ્યાન કેબિનેટ પ્રવકતા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, ભાજપની વિચારધારાને વરેલો કોઈ આરોપી હશે તો તેની સામે પુરાવા મળ્યા બાદ પગલા લેવાશે. આ ઉપરાંત આસીત વોરા સામે પુરાવા મળશે તો પણ કડક પગલા લેવાશે. સાથે તેઓએ જણાવ્યું કે આ અંગે તપાસ ચાલુ છે. આરોપીઓની ધરપકડ કરાઈ રહી છે. આરોપી ગમે તે પક્ષનો હોય પુરાવા મળ્યા બાદ તેની સામે પગલા લેવાશે. કાયદો કાયદાનું કામ કરશે. તેઓએ કહયું કે ભવિષ્યમાં આ રીતે પેપર લીક ના થાય તે માટે પગલા ભરવાં મુખ્યપ્રધાને સૂચના આપી છે.

કેટલાંક વિકૃત લોકોએ પેપર ફોડયુ છે : વાઘાણી

કેબિનેટ બેઠક બાદ પ્રવકત્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે કેટલાંક વિકૃત લોકોએ હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ફોડયુ છે. સાથે જ જણાવ્યું કે પેપર ફોડનારા, પેપર ખરીદનારા, પ્રિન્ટિંગ પ્રેસના માલિક સહિતના તમામ લોકો વિકૃત છે. તેઓએ પેપર ફોડયુ, જેના કારણે હોંશિયાર ઉમેદવારોએ સહન કરવુ પડે છે. જો કે આ વખતે દાખલો બેસે તવી કાર્યવાહી કરાશે.

Most Popular

To Top