Gujarat

ગુજરાતમાં તાપમાનનો પારો 4થી 5 ડિગ્રી ગગડી ગયો, ગાંધીનગરમાં 12 ડિગ્રી

ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં આજે ફરીથી તાપમાનનમાં (Temperature) 4થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જેના પગલે ઠંડીનો (Cold) ચમકારો વધી જવા પામ્યો છે. આજે રાજયમા સૌથી વધુ ગાંધીનગરમાં 12 ડિ.સે, ઠંડી નોંધાવવા પામી હતી. રાજયમાં આજે ગાંધીનગર, ડિસા તથા નલીયામાં ઠંડીના (Winter) ચમકારાની અસર જોવા મળી હતી. જેના પગલે શહેરી તથા ગ્રામ્ય લોકોએ હવે ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો, શાલ, સ્વેટર તથા જેકેટસનો સહારો લીધો હતો.

હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજયમાં લધુત્તમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહયો છે. રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 15 ડિ.સે., ગાંધીનગરમાં 12 ડિ.સે., ડીસામાં 17 ડિ.સે., વડોદરામાં 17 ડિ.સે., સુરતમાં 21 ડિ.સે.,વલસાડમાં 15 ડિ.સે., ભૂજમાં 20 ડિ.સે., નલિયામાં 15 ડિ.સે., અમરેલીમાં 16 ડિ.સે., ભાવનગરમાં 19 ડિ.સે.,રાજકોટમાં 18 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 17 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.

વલસાડમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીએ રહેતા ઠંડીનો ચમકારો

નવસારી, વલસાડ: (Navsari Valsad) નવસારી આજે લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી ઘટી 18 ડિગ્રી અને મહત્તમ તાપમાન 1.3 ડિગ્રી વધતા ઠંડીનો ચમકારો ઘટ્યો હતો. જ્યારે વલસાડમાં લઘુત્તમ તાપમાન 15.0 ડિગ્રીએ રહેતા લોકોએ ઠડીનો અનુભવ કર્યો હતો.

નવસારીમાં ગત ગુરૂવારે લઘુત્તમ તાપમાન 18.5 ડિગ્રી નોંધાયું હતું. જોકે ગત શુક્રવારે વાતાવરણમાં પલ્ટો આવતા લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી ગગડીને 15.5 ડિગ્રી નોંધાતા સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. જોકે શુક્રવારે ઠંડીનો ચમકારો વધ્યો હતો. તેમજ ગત શનિવારે ઠંડીનો પારો અડધો ડિગ્રી વધીને 16 ડિગ્રી નોંધાયો છતાં ઠંડીનો અહેસાસ રહ્યો હતો. પરંતુ આજે રવિવારે લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી વધ્યું હતું. જેથી ગત 2 દિવસમાં લઘુત્તમ તાપમાન 2.5 ડિગ્રી વધતા ઠંડી ઘટી હતી. રવિવારે લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી નોંધાયું હતું. સાથે જ મહત્તમ તાપમાન પણ 1.3 ડિગ્રી વધતા 34 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 71 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 31 ટકા જેટલું નીચું રહ્યું હતું. જ્યારે દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાએથી 8.3 કિ.મી.ની ઝડપે પવનો ફૂંકાયા હતા. જ્યારે વલસાડમાં લઘુત્તમ તાપમાન 15.0 ડિગ્રી અને મહત્તમ તાપમાન 34.0 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 91 ટકા રહ્યું હતું.

Most Popular

To Top