ગાંધીનગર: (Gandhinagar) દિવાળી પર્વ નજીક આવતા પાકિસ્તાનમાં (Pakistan) બંધક બનાવાયેલા ગુજરાતના 80 જેટલા માછીમારોને મુક્ત કર્યા છે. જેના કારણે આ 80 બંધક માછીમારોની દિવાળી (Diwali) સુધરી ગઇ છે છે. બંધક માછીમારોના પરિવારો લાંબા સમયથી આ નિર્ણયની રાહ જોઈ રહ્યાં હતાં.
- પાકિસ્તાનની જેલમાં બંધ સૌરાષ્ટ્રના 80 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા
- 2021થી પાકિસ્તાનની જેલમાં બંધ 80 માછીમાર આવતી કાલે વાઘા બોર્ડર આવી પહોંચશે
- પાકિસ્તાનની જેલમાં હજી પણ 143 માછીમાર બંધ છે
પાકિસ્તાનની જેલમાં કેદ 80 ગુજરાતી માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યા છે. હવે આ માછીમારો 10 નવેમ્બરે વાઘા બોર્ડર ઉપર પહોંચશે. જ્યાંથી તમામને ટ્રેન મારફતે વેરાવળ લાવવામાં આવશે. જોકે હજુ 143 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. આ તમામ 80 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં 2021થી કેદ હતાં.
મુકત્ત કરાયેલા માછીમારોમાં ગીર સોમનાથ જિલ્લાના 59, દેવભૂમિ દ્વારકાના 15, જામનગરના 01, અમરેલીના 02, દીવના 03 માછીમારોને પાકિસ્તાને મુક્ત કરાયા છે. તાજેતરમાં જ 9 ઓક્ટોબરના રોજ બીમારીના કારણે પાકિસ્તાનની કરાંચી જેલમાં બંધ કોડીનાર તાલુકાના દુદાણા ગામના માછીમાર ભુપત વાળાનું મોત થયું હતું. તેના મૃતદેહને દુદાણા ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં,