Gujarat

ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજનમાં મૂડીરોકાણ આકર્ષવા ગાંધીનગરમાં પ્રિઇવેન્ટ

ગાંધીનગર(Gandhinagar) : રાજ્યમાં (Stat) ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (DSIR)માં મૂડીરોકાણ આકર્ષવા ૧૦ મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) પહેલાં આગામી તા.૮મી જાન્યુઆરી,૨૦૨૨ને શનિવારે (Saturday) ગાંધીનગર ખાતે સેમિનારનું આયોજન (Organization) કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) આ મેગા સેમિનારનું ઉદ્દઘાટન કરશે. આ પ્રસંગે કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસમંત્રી હરદીપસિંહ પુરી મુખ્ય વક્તવ્ય આપશે આ પ્રસંગે કેટલાક મહત્ત્વના MoU પર હસ્તાક્ષર પણ કરવામાં આવશે. ધોલેરા SIR એ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી પહેલ છે જે તેમણે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે 2009માં શરૂ કરી હતી.

ધોલે સ્માર્ટ સિટી ટુ સ્માર્ટ બિઝનેસ નામે યોજનાર આ કાર્યક્રમમાં ધોલેરા ખાતે મૂડીરોકાણ તેમજ ભાગીદારીની વિવિધ તકો વિશે રજૂઆત કરવામાં આવશે. મૂડીરોકાણની વ્યાપક સંભાવનાઓ ધરાવતું આ ભાવિ સ્માર્ટ સિટી અમદાવાદથી નૈઋત્ય (દક્ષિણ પશ્ચિમ)માં આશરે 100 કિ.મી. દૂર આવેલું છે. ધોલેરા સ્પે. ઈન્વેસ્ટમેન્ટ રિજીયન અંદાજે 920 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે અને તેમાં 22 ગામોનો સમાવેશ થાય છે. આ સમગ્ર વિસ્તારમાં ઔદ્યોગિક એકમો, રહેણાક વસાહતો, મનોરંજન પ્રવૃત્તિઓ તેમજ પ્રવાસન જેવી પ્રવૃત્તિઓ થઈ શકશે.

નિષ્ણાતો ફાર્માસ્યૂટિકલ્સ, એન્જિનિયરિંગ, એરોસ્પેસ અને ડિફેન્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ તેમજ રિન્યુએબલ ઊર્જા વગેરે ક્ષેત્રોમાં ધોલેરાને વૈશ્વિક ઉત્પાદન હબ તરીકે પ્રસ્તુત કરશે.
અત્યંત સુ-આયોજિત અને મહદ્દઅંશે ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક શહેર DSIR યોજના સ્માર્ટ સોલ્યુશન્સ, સુપર કનેક્ટિવિટી તથા સર્વગ્રાહી સામુદાયિક વિકાસ વગેરે ઑફર કરે છે જેને કારણે ધોલેરા ભારતના ભાવિ શહેરો માટે રોલ મોડલ બની રહેશે.

Most Popular

To Top