Gujarat

ચૂંટણીના ગરમ માહોલ વચ્ચે ઠંડી વધી – નલીયામાં 11 ડિગ્રી

ગાંધીનગર : (Gandhinagar) રાજયમાં આવતીકાલે તા. 5મી ડિસે.ના રોજ બીજા તબક્કાનું 93 બેઠકોમાટે મતદાન થવાનું છે ત્યારે રાજકીય ગરમ માહોલ વચ્ચે રાજયમાં ખરેખર ઠંડીનો માહોલ (Cold Weather) માહોલ જામ્યો છે, ગુજરાતમાં ફુલગુલાબી ઠંડી સાથે શિયાળો જામ્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રાજયમાં ખાસ કરીને નલીયામાં (Naliya) ઠંડીના ચમકારા સાથે 11 ડિ.સે. ઠંડી નોંધાવવા પામી છે. અમદાવાદ – ગાંધીનગરમાં રાત્રીના સમયે તથા વહેલી સવારથી સવારના 10 વાગ્યા સુધી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે.અમદાવાદના એરપોર્ટ પર આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 14 ડિ.સે., ડીસામાં 13 ડિ.સે., ગાંધીનગરમાં 12 ડિ.સે., વડોદરામાં 17 ડિ.સે., સુરતમાં 19 ડિ.સે., વલસાડમાં 18 ડિ.સે., ભાવનગરમાં 17 ડિ.સે., રાજકોટમાં 17 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 15 ડિ.સે., ભૂજમાં 15 ડિ.સે. અને નલીયામાં 11 ડિ.સે. લઘુત્તમ તાપમાન ( ઠંડી ) નોંધાવવા પામી છે.

  • રાજયમાં ખાસ કરીને નલીયામાં ઠંડીના ચમકારા સાથે 11 ડિ.સે. ઠંડી નોંધાવવા પામી
  • ગાંધીનગરમાં રાત્રીના સમયે તથા વહેલી સવારથી સવારના 10 વાગ્યા સુધી ઠંડીનો માહોલ
  • નવસારીમાં લઘુત્તમ તાપમાન 3.5 ડિગ્રી વધીને 18 ડિગ્રી નોંધાતા ઠંડી ઘટી

નવસારીમાં લઘુત્તમ તાપમાન 3.5 ડિગ્રી વધીને 18 ડિગ્રી નોંધાતા ઠંડી ઘટી

નવસારી : નવસારીમાં લઘુત્તમ તાપમાન આજે સાડા ત્રણ ડિગ્રી વધતા 18 ડિગ્રી અને મહત્તમ તાપમાન 33 ડિગ્રીએ યથાવત રહ્યું હતું.હાલમાં નવસારીમાં છેલ્લા ઘણા દિવસોથી લઘુત્તમ તાપમાનમાં વધારો-ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેથી નવસારીમાં ક્યારેક ઠંડી તો ક્યારેક ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. ગતરોજ લઘુત્તમ તાપમાન અઢી ડિગ્રી ગગડ્યું હતું. જેથી ઠંડી વર્તાઈ હતી. જ્યારે આજે રવિવારે લઘુત્તમ તાપમાન 3.5 ડિગ્રી વધતા ઠંડીને બદલે ગરમી વર્તાઈ હતી. જોકે મહત્તમ તાપમાન યથાવત રહ્યું હતું. રવિવારે લઘુત્તમ તાપમાન 3.5 ડિગ્રી વધીને 18 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 33 ડિગ્રીએ યથાવત રહ્યું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 79 ટકા હતું. જે બપોરબાદ ભેજનું પ્રમાણ ઘટીને 39 ટકા જેટલું નીચું રહ્યું હતું. જ્યારે દિવસ દરમિયાન 5.7 ડિગ્રી નોંધાયું હતું.

Most Popular

To Top