ગાંધીનગર: (Gandhinagar) ઉત્તર-પૂર્વીય પવનના કારણે રાજયમાં શીત લહેર (Cold Wave) સાથે ઠંડી (Cold) યથાવત રહેશે. જો કે બે દિવસ બાદ રાજયમાં ઠંડીમાં 2થી 3 ડિગ્રી જેટલી રાહત મળશે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે રાજયમાં આગામી તારીખ 8થી 10મી જાન્યુઆરી દરમિયાન માવઠાની વકી રહેલી છે. કચ્છના નલિયામાં આજે દિવસ દરમ્યાન 10 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી. જયારે ઉત્તર ગુજરાતમાં પણ શીત લહેરની અસર જોવા મળી રહી છે.
- આગામી સપ્તાહમાં સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ માવઠાની વકી
- રાજ્યમાં શીતલહેર યથાવત, નલિયા અને કેશોદમાં 10 ડિગ્રી તાપમાન
8થી 10મી જાન્યુઆરી દરમિયાન રાજયમાં નવસારી, વલસાડ, ડાંગ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં માવઠુ થવાની સંભઙાવના રહેલી છે. અમદાવાદના એરપોર્ટ કેમ્પસમાં આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 14 ડિ.સે., ડીસામાં 11 ડિ.સે., ગાંધીનગરમાં 13 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 15 ડિ.સે., વડોદરામાં 14 ડિ.સે., સુરતમાં 16 ડિ.સે.,ભૂજમાં 11 ડિ.સે., નલિયામાં 10 ડિ.સે., કંડલા પોર્ટ 14 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 12 ડિ.સે., અમરેલીમાં 13 ડિ.સે., ભાવનગરમાં 15 ડિ.સે. ,રાજકોટમાં 11 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 12 ડિ.સે., કેશોદમાં 10 ડિ.સે. લધુત્તમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.