ગાંધીનગર: ગાંધીનગરમાં (Gandhinagar) આજે સવારે એક સ્કૂલવાન (School van) પલટી જતા 10થી 12 બાળકો (Children) ગંભીર રીતે ઈજાગ્રસ્ત (Injured) થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર ગાંધીનગરના ચ-6 સર્કલ પાસે ખાનગી બસની ટક્કરથી સ્કૂલવાન પલટી જતા વાનમાં સવાર બાળકોને ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં (Accident) એક બાળકની હાલત ગંભીર હોવાથી તેને અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ફૂલ સ્પીડે આવતી બસના ટક્કરથી સ્કૂલવાન પલટી જતા વહેલી સવારે ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી.
- ગાંધીનગરના ચ-6 સર્કલ પાસે પૂરઝડપે જતી બસે સ્કૂલવાનને ટક્કર મારી
- સ્કૂલવાનમાં 12 વિદ્યાર્થીઓ હતા સવાર
- બસની જોરદાર ટક્કરથી સ્કૂલવાન પલટી મારી ગઈ
- 10 બાળકો ઈજાગ્રસ્ત થયા જ્યારે બે બાળકોની હાલત ગંભીર
- વહેલી સવારે અકસ્માત બનતા રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા
મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારે ગાંધીનગરના ચ-6 સર્કલ પાસે ફૂલ સ્પીડે આવતી ખાનગી બસ અને સ્કૂલવાન વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બસે સ્કૂલવાનને ટક્કર મારતા સ્કૂલવાન પલટી મારી ગઈ હતી. વાનમાં 10-12 વિદ્યાર્થીઓ સવાર હતા, જેમાંથી 10 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બે વિદ્યારથીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. એક બાળકની હાલત વધુ ગંભીર જણાતા તેને અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ગભરાયેલા વાલીઓ હોસ્પિટલ દોડી ગયા
વહેલી સવારે સ્કૂલવાન પલટી જતા વાતાવરણમા ચિચાયારીઓ ગુંજી ઉઠી હતી. આ ચિચિયારીઓ સાંભળી રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ગયા હતા. સ્કૂલવાનમાં ફસાયેલા બાળકોને તાત્કાલિક વાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત બાળકોને ગાંધીનગર સિવિલ હોલ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ વાલીઓને થતાં વાલીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ બાળકો સેકટર-23 કેન્દ્રીય વિદ્યાલયનાં બાળકો છે. હાલ આ મામલે બસના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે.
આ અગાઉ પણ સ્કૂલવાન પલટી મારી ગઈ હતી
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ આવી જ એક ઘટના બની હતી. ફૂલે સ્પીડે આવતી બસે એક સ્કૂલવાનને ટક્કર મારતા સ્કૂલવાન પલટી મારી ગઈ હતી. આ અકસ્માત પગલે સ્થાનિકો તેમજ વાલીઓએ પ્રશાસન સામે સવાલ કર્યા હતા.