એક ફેશન ચાલે છે. દેશમાં ગઇ કાલને વખોડવાની, દેશના સ્મરણીય પ્રસંગો અંગે વિવાદો જગાવવાની અને વિભૂતિ સમાન રાષ્ટ્ર સપૂતો સામે આંગળી ચીંધવાની સોશિયલ મીડિયાએ આ ફેશન રોગનો ભયંકર ચેપ લગાડયો છે. દેશની જુવાન પેઢીને વાંચ્યા સમજયા વગર ફોરવર્ડ કરી ધકેલ પંચામાં રત લોકો લતે ચડયા છે. ત્યારે ભારતના લોકો સમક્ષ જ ભારતના રાષ્ટ્રપિતાની મહાનતા પુરવાર કરવી પડે એ દુ:ખની બાબત નથી લાગતી? બહુ સહજતાથી મળેલા ગાંધી બાપુને મૂલવવા આપણે સક્ષમ છીએ ખરા?
ગંગાધરા – જમિયતરામ હ. શર્મા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.