ઉપરોક્ત શબ્દો ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેના છે. ‘હરિનો હંસલો’ એવા રાષ્ટ્રપિતા નાથુરામ ગોડસેના હાથે વીંધાયા તે તારીખ હતી. તા. 30.01.1948 શુક્રવાર, સ્વતંત્રતા બાદ પહેલો ભોગ બાપુ બન્યા !!
ગાંધીજીની હત્યા બાદ નાથુરામ ગોડસેને અંબાલાની જેલમાં રાખવામાં આવ્યા હતા. તા. 17.05.1949ના દિને બાપુના પુત્ર રામદાસે ગોડસેને પત્ર લખ્યો – કેવો હતો એ પત્ર ? પ્રિય નાથુરામ ગોડસે. (જુઓ તો ખરા પિતાના હત્યારાને પણ ‘પ્રિય’ સંબોધન !) …. જેની તમે હત્યા કરેલ છે, તેનો જ હું દીકરો નામે રામદાસ છું. જેની હત્યા કરીને તમે તમારી જાતને મહાન માની રહ્યા છો. પરંતુ તમે મારા પિતાની અહિંસા તથા સત્ય અને એની વિચારધારાની હત્યા કરી શક્યા નથી. મારા પિતાનો નશ્વર દેહ ભલે તારી ગોળીએથી વીંધાણો. પણ ‘રાષ્ટ્રપિતા’ ‘બિરુદ’ ને વીંધી શકયા નથી. આ મહા અપરાધનો પસ્તાવો તમને જરૂર એક દિવસ થશે !રામદાસના પત્રના જવાબમાં અંબાલાની જેલમાંથી તા. 03-06-1949ના દિને નાથુરામ પત્ર લખે છે. – રામદાસતમારો દયાપૂર્ણ પત્ર મળ્યો. મારા હાથે તમારા પિતાની હત્યા થવાથી તમારા પરિવારને જો વ્યથા પહોંચેલ છે. તેની દિલસોજી વ્યકત કરવા મારી પાસે શબ્દો નથી. તમે લખો છો કે તમને જરૂર પસ્તાવો થશે, પરંતુ આ પત્ર લખું છું ત્યાં સુધી તો મને કોઈ જ પસ્તાવો થયો નથી. લિ. નાથુરામ ગોડસે.
એકતા, સંપ, શાંતિ અને કરુણા જ યુધ્ધની ભાષાને ભૂલાવવા સમર્થ છે. !! રાજઘાટે રાખોડી થઈને સૂતેલા એવા અહિંસાના પૂજારીને શત શત પ્રણામ !!
વડસાંગળ-ડાહ્યાભાઈ એલ. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.