બીલીમોરા: ગણદેવી (Gandevi) તાલુકા સહિત બીલીમોરામાં (Belimora) ગુરુવાર સવારે હલવો ભૂકંપ નો આંચકો અનુભવાયો હતો.બીલીમોરા પંથક ની બહુમાળી બિલ્ડીંગ માં ગુરુવાર સવારે 10:26 કલાકે હળવો ભૂકંપ (Earthquake) નો આંચકો અનુભવાયો હતો. બિલ્ડીંગ માં રહેતા લોકો માં ડર વ્યાપી ગયો હતો. જોકે ત્યાર બાદ ધરા શાંત થઈ હતી. કેટલાક લોકો ને તો ખ્યાલ શુદ્ધા આવ્યો ન હતો. ગાંધીનગર સેસ્મોલોજીકલ વિભાગ અનુસાર ભૂકંપ નું કેન્દ્રબિંદુ વલસાડ નજીક અક્ષાસ 20.743 અને રેખાંશ 73.245 અને ઉંડાઇ 9.5 કીમી હતું. જોકે હળવો આંચકો હોવાથી લોકોએ રાહત અનુભવી હતી.કોઈ નુકસાની ના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
વાંસદા – ચીખલી અને ગણદેવી તાલુકો ભૂકંપના આંચકાથી ધ્રૃજ્યો
બીલીમોરા, ઘેજ, વાંસદા : ચીખલી, વાંસદા અને ગણદેવી તાલુકા સહિત બીલીમોરામાં સવારે ભૂકંપનો જોરદાર આંચકો આવતા ધરા ધ્રુજી ઊઠી હતી. જેને પગલે લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.વાંસદામાં છેલ્લા ત્રણ મહિનાથી વારંવાર ભૂકંપના આંચકાઓ આવવાની ઘટના બની રહી છે, ત્યારે ફરી તા. ૨૦/૧૦/૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૨૬ કલાકે તાલુકામાં જોરદાર ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેની ડેપ્થ 9.5 km અને 3.3 ની તીવ્રતા તેમજ ભુકંપનું એપીસેન્ટર વાંસદા તાલુકાના સારવણી ગામ નજીક હોવાનું જાણવા મળ્યું હતું. વાંસદા પંથક સહિત રાણી ફળિયા, ભીનાર, નવાનગર, ધરમપુરી, હનુમાનબારી, વાલઝર, નાની ભમતી, ચારણવાડા જેવા ગામોમાં લોકોને ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હોવાનું લોકોએ જણાવ્યુ હતુ.
ભૂકંપનું કેન્દ્રબિંદુ વલસાડ નજીક
જ્યારે ચીખલીના સારવણી, માંડવખડક સહિતના ગામોમાં સવારે ૧૦:૨૬ કલાકે ધરતીકંપનો જોરદાર આંચકો આવતા ધરા ધ્રુજી ઊઠવા સાથે ઘરમાં વાસણો પણ રણકી ઊઠ્યા હતા અને લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો.ઉપરાંત બીલીમોરા પંથકમાં સવારે 10:26 કલાકે ભૂકંપનો હળવો આંચકો અનુભવાતા બિલ્ડીંગમાં રહેતા લોકોમાં ડર વ્યાપી ગયોહતો.ગાંધીનગર સેસ્મોલોજીકલ વિભાગ અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ વલસાડ નજીક અક્ષાસ 20.743 અને રેખાંશ 73.245 અને ઉંડાઇ 9.5 કીમી હતું. જોકે હળવો આંચકો હોવાથી લોકોએ રાહત અનુભવી હતી. નુકસાનીના કોઇ અહેવાલ પ્રાપ્ત થયા નથી.
વાંસદાનો કેલીયા ડેમ છલોછલ ભરાતા આ રીતે આંચકા આવતા રહે છે
ઘેજ : વાંસદાનો કેલીયા ડેમ ચોમાસામાં પાણીથી છલોછલ થઇ ગયા બાદ ડેમ નજીકના ગામોમાં છેલ્લા ઘણા વર્ષથી આ રીતે આંચકા આવતા રહે છે. જોકે તંત્ર દ્વારા અગાઉના વર્ષોમાં આ વિસ્તારમાં તીવ્રતા માપવા માટે સિસ્મોગ્રાફી યંત્ર મૂકાયુ હતું. પરંતુ બાદમાં ઊંચકી લેવાયુ હતું. છેલ્લા ઘણા વર્ષથી આ પ્રકારે આંચકા આવતા લોકોમાં ડરનો માહોલ ઊભો થયો છે.
આજનો આંચકો જોરદાર હતો
ઘેજ : માંડવખડકના પૂર્વ સરપંચ રાકેશભાઇએ જણાવ્યુ હતુ કે અમારા વિસ્તારમાં અવાર – નવાર આંચકા આવતા રહે છે. પરંતુ આજનો આંચકો જોરદાર હતો અને લોકોમાં એક સમયે ગભરાટનો માહોલ સર્જાયો હતો.
૬ થી ૭ સેકન્ડ કંપન ચાલુ રહ્યુ હતુ
ઘેઝ – સારવણીના અગ્રણી સુનિલભાઇએ જણાવ્યુ હતુ કે દર વખતે કરતા આજના આંચકાની તીવ્રતા વધુ હતી અને ૬ થી ૭ સેકન્ડ જેટલો સમય કંપન ચાલુ રહ્યા હતા. ખરેખર જવાબદાર અધિકારીઓ દ્વારા અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કરવો જોઇએ. પરંતુ કોઇ અધિકારી આવતા નથી.