Dakshin Gujarat

ગણદેવી: ગણપતિ વિસર્જન વખતે થયેલી બબાલમાં ચપ્પુ હુલાવતા યુવકના આંતરડા બહાર આવી ગયા

બીલીમોરા: અમલસાડ નજીકના માછીયાવાસણ ગામે ગણપતિ વિસર્જન માટે બે ડીજે સિસ્ટમ વાળાઓ વચ્ચે જૂની અદાવતમાં થયેલા ઝઘડામાં થયેલી મારામારીમાં એક યુવાનને પેટમાં ચપ્પુ હુલાવી દેતા તેના આંતરડા બહાર નીકળી આવતા સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈને રાઇટીંગનો ગુનો નોંધી 10 સામે કાયદેસરની કાર્યવાહી કરી 6 ની ધરપકડ કરી દીધી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલ માછીયાવાસણ ગામમાં લગ્નમાં ડીજે વગાડવાના ધંધાર્થીઓ વચ્ચે થયેલા જુના ઝઘડાની અદાવતમાં શુક્રવારે સાંજે મોટી મારામારી થઈ હતી. માછીયાવાસણમાં રહેતા આકાશ અલ્પેશભાઈ ખલાસી અને આશિષ કિશોરભાઈ ખલાસી બંને જણા ડીજે વગાડવાનો ધંધો કરે છે, બંને વચ્ચે એક વર્ષ પહેલા ધંધાકીય હરીફાઈના પગલે અદાવત હતી જે ગઈકાલે સાંજે ગણપતિ વિસર્જન વખતે ગામના દશામાં મંદિર નજીક આકાશ ખલાસી નો ડીજે વાળો આઇસર ટેમ્પો નંબર જીજે 21 વાય 4446 બગડી જતા રસ્તામાં ઉભો હતો. દરમિયાન આજ સ્થળ પર આશિષ ખલાસી નો ડીજે વાળો ટેમ્પો જીજે 21ટી 7358 સામેથી આવ્યો હતો. તેમણે આકાશને રસ્તા પરથી આઇસર ટેમ્પો ખસેડી લેવા કહ્યું હતું, તો આકાશે જણાવ્યું કે મારો ટેમ્પો બગડી ગયો છે તો તમે તમારા વાહનને રિવર્સમાં લઈ લો આ બાબતને લઈને માથાકૂટ થઈ હતી અને તેમાંથી મારામારી શરૂ થઈ હતી જેમાં બંને જૂથોના લોકો એકબીજા ઉપર તૂટી પડતા બંને વચ્ચે તીક્ષણ ચંપુ થી હુમલા થયા હતા,

જેમાં પીનલ અલ્પેશ ખલાસીને સાગર ઉર્ફે સાગુ અને આશિષએ પકડી રાખ્યો હતો અને ભાવીને ચપ્પુથી પીનલના પેટમાં ઘા મારી આંતરડા બહાર કાઢી નાખતા તે લોહી લુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો હતો. આ જોઈને પીનલનો ભાઈ આકાશ, અમિત અને કરન દોડી આવ્યા હતા, તેમજ તેમના પરિવારના લોકો ધસી આવતા હુમલાખોરો ભાગી ગયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત પિનલને તાત્કાલિક સુરતની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જે અંગે પીનલનો ભાઈ આકાશ અલ્પેશભાઈ ખલાસી ઉં.30, રહે નવાપુરા ફળિયા રાધેકૃષ્ણ મંદિર, મછીયાંવાસણ એ ગણદેવી પોલીસમાં સાગર ઉર્ફે સાગું પ્રકાશભાઈ પટેલ, રહે છાપર,આશિષ કિશોરભાઈ ખાલાસી, રહે માછીયાવાસન, નિકેશ ઉર્ફે નિકુ કિશોરભાઈ ખલાસી રહે માછીયાવાસણ, દેવ મોરારભાઈ પટેલ, રહે અમલસાડ અને ભાવિન ઉર્ફે ભાવો દર્શન મુકેશભાઈ પટેલ રહે માસા સામે ફરિયાદ આપી હતી.

સામા પક્ષે આશિષ ખલાસી રહે માછીયાવાસનણ એ પીનલ અલ્પેશભાઈ ખલાસી,આકાશ અલ્પેશભાઈ ખલાસી બંને રહે માછીયાવાસણ અને અમિત કમલેશભાઈ ખલાસી તેમજ કરન કમલેશભાઈ ખાલાસી બંને રહે માસા સામે ફરિયાદ આપતા પોલીસે સામ સામી ફરિયાદ લઇ રયોટિંગનો ગુનો નોંધી 6 હુમલાખોર ની ધરપકડ કરી છે. તેમજ બંને જૂથના બે ડીજે પણ કબજે કર્યા છે.

Most Popular

To Top