વડોદરા: વડોદરા શહેરમાં શ્રાવણીયા જુગારની મોસમ પુર બહારમાં ખીલી હોય તેમ પોલીસ મથકો જુગારીઓથી ઉભરાઈ રહ્યા છે. વીતેલા 24 કલાક દરમિયાન વડોદરા શહેર પોલીસે વધુ ચાર અલગ અલગ સ્થળોએ દરોડા પાડી 31 જુગારીઓને 5.71 લાખ ઉપરાંતના મુદ્દા માલ સાથે ઝડપી પાડી તમામની જુગારધારા હેઠળ અટકાયત કરી હતી. પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ,ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળી હતી કે, યોગેશ કચરે પોતાના ઘરે માણસો ભેગા કરી જુગાર રમાડી રહ્યો છે. જેના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા યોગેશ કચરે, વિપુલ મકવાણા, પ્રવીણ પરમાર અને સિધ્ધરાજસિંહ વાઘેલા ને ઝડપી પાડ્યા હતા.
પોલીસે દરોડા દરમિયાન રોકડ રકમ ,ચાર નંગ મોબાઈલ ફોન અને ત્રણ વાહનો સહિત કુલ 1,36,350ની મત્તા કબ્જે કરી હતી. બનાવ સંદર્ભે જેપી રોડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજા બનાવમાં જેપી રોડ પોલીસે સન ફાર્મા રોડ ઉપર આવેલ આસ્થા વાટિકા ખાતે ચોક્કસ માહિતી ના આધારે દરોડો પાડી જુગાર રમી રહેલા 11 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં મકાન માલિક શિવપ્રસાદ બસિયાલ, ચેટ બહાદુર બિસ્ટર દુર્ગા, દિલ બહાદુર સુનાર, દયારામ સોની, વિનોદ શાહુ, ઓકિલ બીસ્ટ, રજનીકાંત તડવી, ભરત શાહુ, દિપક સિંગ થાપા, નિમરાજ બીસ્ટ અને રાજુ બીસ્ટ ( તમામ રહે- વડોદરા)નો સમાવેશ થાય છે. પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂપિયા, 09 નંગ મોબાઈલ ફોન તથા વાહન મળી કુલ 1,56,200 નો મુદામાલ કબજે કર્યો હતો.
ત્રીજા બનાવમાં ક્રાઈમ બ્રાન્ચ પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, ગાજરાવાડી વિસ્તારના ગોકુલ નગરમાં રહેતો જીતુ વણઝારા પોતાના મકાનમાં જુગાર રમાડી રહ્યો છે. જેના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા 10 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં જીતુ વણઝારા, ઈશ્વરભાઈ હુકમસિંગ વણઝારા, ઈશ્વરભાઈ નરસિંહભાઈ વણઝારા, વિપુલ પ્રજાપતિ ,ભરતલાલ વણઝારા ,કિસન વણઝારા ,મધિયા વણઝારા, ગિરવરસિંગ વણઝારા ,નિલેશ વણઝારા અને નારાયણ વણઝારા શહેર નો સમાવેશ થાય છે.
પાણીગેટ પોલીસે ધરોડા દરમિયાન રોકડા રૂપિયા, 7 નંગ મોબાઈલ ફોન અને વાહન મળી કુલ 1,03,850ની મત્તા કબજે કરી આરોપીઓની જુગારધારા હેઠળ અટકાયત કરી જ્યારે પાણીગેટ પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે સમર્પણ પાર્ક સોસાયટીમાં આઈસ ક્યુબ બંગલોઝ ખાતે પ્રિતેશ શાહ જુગાર રમાડી રહ્યો છે. જેના આધારે પોલીસે દરોડો પાડી છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં પ્રિતેશ શાહ, પિનાકીન પટેલ,મનોજ પ્રજાપતિ, વિરલ શાહ, મદન રાણા અને કેયુર શાહનો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન પોલીસે રોકડા રૂપિયા, 6 નંગ મોબાઈલ ફોન, બાઇક પાના પત્તા હિત કુલ 1,76,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો.