Entertainment

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ: લોરેન્સ બિશ્નોઈના ભાઈએ લીધી જવાબદારી, સામે આવ્યું ભાઈજાનનું રિએક્શન

મુંબઈ: (Mumbai) બોલિવુડના ભાઈજાન સલમાન ખાન (Salman Khan) વિશે રવિવારે મોટા સમાચાર સામે આવ્યા છે. તેમના ઘરની બહાર કેટલાક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર અભિનેતાના જીવને ખતરાના સમાચાર ફેલાતાની સાથે જ ચાહકો તેમના માટે ચિંતિત થઈ ગયા. આ અકસ્માત બાદ અભિનેતાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. બાંદ્રામાં ગેલેક્સ એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગની ઘટનાએ તેના ચાહકોને ટેન્શનમાં મૂકી દીધા છે. આ ઘટનાની જવાબદારી બિશ્નોઈ ગેંગે લીધી છે. બીજી તરફ આ ઘટનાને લઈ સલમાનખાનની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

રવિવારે સવારે લગભગ 4.50 વાગ્યે બાઇક પર સવાર બે અજાણ્યા લોકોએ સલમાનખાનના ગેલેક્સની એપાર્ટમેન્ટના ઘરની બહાર ગોળીબાર કર્યો હતો. સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં બાંદ્રા પોલીસે આઈપીસીની કલમ 307 અને આર્મ્સ એક્ટ હેઠળ બે અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે. પોલીસે સલમાન ખાનના સિક્યોરિટી ગાર્ડના નિવેદનના આધારે કેસ નોંધ્યો છે. સલમાન ખાન ફાયરિંગ કેસમાં બાઈક મળી આવી છે. ફોરેન્સિક ટીમ બાઇકની તપાસ કરી રહી છે. મુંબઈના બાંદ્રા વિસ્તારમાં માઉન્ટ મેરી નજીકથી બાઈક મળી આવી હતી. 2 હુમલાખોરો બાઇક પર આવ્યા હતા અને હવામાં ફાયરિંગ કરીને નાસી છૂટ્યા હતા. દરમિયાન સલમાન ખાનના ઘર પર થયેલા ફાયરિંગમાં લોરેન્સ બિશ્નોઈના ભાઈનું નામ સામે આવી રહ્યું છે. દરમિયાન ફાયરિંગ કરનારા બે લોકોના ફોટા સામે આવ્યા છે. પોલીસ તપાસ કરી રહી છે.

હાલ સલમાન ખાનના ઘર પર થયેલા હુમલાને લઈને એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સલમાનના ઘર પર હુમલો લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ વિશ્નોઈએ કરાવ્યો હતો. વાયરલ પોસ્ટમાં લખ્યું છે- ‘અમે શાંતિ ઈચ્છીએ છીએ, જો જુલમ વિરુદ્ધ નિર્ણય યુદ્ધ જ હોય તો પછી યુદ્ધ યોગ્ય છે. સલમાન ખાન અમે તમને ટ્રેલર બતાવવા માટે આ કર્યું છે. જેથી તમે અમારી શક્તિને સમજો અને અમારી કસોટી ન કરો. આ પહેલી અને છેલ્લી ચેતવણી છે. આ પછી ખાલી ઘર પર ગોળીઓ ચલાવવામાં આવશે નહીં.’

આ ઘટનાની જાણકારી સામે આવ્યા બાદ સલમાન ખાન સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યા છે. ‘ભાઈજાન’ના દરેક ચાહક જાણવા માંગે છે કે તેમના ઘરમાં બધું બરાબર છે કે નહીં. પોલીસના ઘણા નિવેદનો મીડિયામાં આવ્યા છે પરંતુ ખાન પરિવાર તરફથી હજુ સુધી કંઈ કહેવામાં આવ્યું નથી. દરમિયાન સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે સલમાન ખાનને તેમના જીવનની પરવા નથી પરંતુ તે તેઓના પરિવાર પર પડી રહેલી અસરને કારણે ટેન્શનમાં છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સલિમ ખાને બધાને તેમના ઘર સિવાય બીજે ક્યાંક જઈને રહેવાની સલાહ આપી છે. આ પરિવારની સૌથી સારી વાત એ છે કે કોઈ પણ તેમના સાચા ડરને જાહેર કરતું નથી. સલીમ સાહેબ ખૂબ જ શાંત અને મસ્ત છે. સલમાનને લાગે છે કે તે આ ઘટનાને જેટલી વધુ હાઈપ કરશે તેટલો સામેવાળાને લાગશે કે તે સફળ રહ્યો છે. સલમાને બધું નસીબ પર છોડી દીધું છે. તેનું કહેવું છે કે જે થવાનું છે તે થશે.

જણાવી દઈએ કે ઘટના બની તે સમયે સલમાન તેમના ઘરે હાજર હતા અને હવે તેમને મળવા માટે લોકો ગેલેક્સી પહોંચી રહ્યા છે. બાબા સિદ્દીકીથી લઈને ઘરના લોકો અરબાઝ ખાન, શૂરા અને સોહેલ ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચ્યા છે. જ્યારે સલમાનના નજીકના મિત્ર અને રાજકારણી રાહુલ કનાલ પણ તેમને મળવા માટે ગયા હતા. બહાર આવ્યા ત્યારે તેમણે પાપારાઝીને કહ્યું કે ભાઈ બિલકુલ ઠીક છે અને તેમના પર તેની કોઈ અસર નથી થઈ.

Most Popular

To Top