ભણતર આજના જમાનામાં અનિવાર્ય થઇ ગયું છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. Books Are Human’s Best Friend એવી કહેવત દરેકે સાંભળી જ હશે. જયારે આજની પેઢી વિવિધ માધ્યમોથી સ્ક્રીન સાથે જડાયેલી રહે છે. અને તેઓના જીવનમાં પુસ્તકોનું મહત્ત્વ ઘટતું જઇ રહ્યું છે. ત્યારે આપણે આજે પેઢીનામામાં એક એવા બુકસેલરને મળીએ તે જેઓનો આશય ખાલી ચોપડીઓ વેચી ધંધો કરવો જ નહીં પરંતુ લોકોમાં વધારે ને વધારે જ્ઞાનની વહેંચણી કરવાનો છે. ગજાનન પુસ્તકાલયનું નામ તો દરેકે સાંભળ્યું જ હશે જેમાં આજે 3જી પેઢી 13 વર્ષથી સફળતાથી આ ધંધો સંભાળી રહી છે.
શરૂઆત અને સફર
મૂળ ધોલેરાના વતની પણ સુરતમાં જન્મેલ હીરાલાલ ઠકકરની આમ સ્થિતિ સામાન્ય પરંતુ તેઓ વાંચનના શોખીન હતા. ગરીબીના કારણે બે ચોપડી સુધીનો જ અભ્યાસ કરી શકેલા. પસ્તીના છાપા કે ભજીયા જે કાગળમાં બાંધેલા હોય તે અથવા તો જે સાહિત્ય મળે તે વાંચી પોતાનો શોખ પોષતા. માત્ર 13 વર્ષની ઉંમેર 16 રૂપિયા વ્યાજે લઇ પિતાનો વિરોધ હોવા છતાં પસ્તીનો ધંધો ચાલુ કર્યો અને 1928માં બુકસેલરના વ્યવસાયમાં ઝંપલાવ્યંુ. તેઓ જૂના પુસ્તકો લારીમાં તથા માથે ઉંચકી ફરતા, બુકસનું સિલાઇ, બાઇન્ડીંગ કરતા તથા મુંબઇ, પુના, સુરત આસપાસ જયાંથી પુસ્તકો મળે, લઇ આવતા. વ્યવસાય વિકસતા 15 પૈસાની પુસ્તિકાએ ઇંગ્લીશ ઇન ઇઝી ચેર, ગ્રામર ઇન ઇઝી ચેર, ઇડીયમ્સ ઇન ઇઝી ચેર પ્રકાશિત કરી.
પછીની પેઢીઓએ પણ જાળવી રાખી પરંપરા
હીરાભાઇના બે પુત્રો પ્રદીપભાઇ તથા વિજયભાઇ પણ આ વ્યવસાયમાં સમયાંતરે જોડાયા. 1 થી 10ના પુસ્તકો ‘પ્રદીપ પ્રકાશન કેન્દ્ર’ તથા વિદ્યાર્થીઓની જરૂરિયાતને અનુલક્ષીને ‘વિજય પોકેટ ચાર્ટ’ ના નામે દરેક ધોરણ અને દરેક વિષયના પ્રકાશિત કરવામાં આવ્યા.
સેિલબ્રિટીના પુસ્તકોના કોપીરાઇટ્સ મેળવી ગુજરાતી અનુવાદ કરીએ છીએ: વિજયભાઇ ઠક્કર
હીરાભાઇના િદકરા િવજયભાઇ એમના પપ્પાની વાત યાદ કરતા જણાવે છે કે તેઓ કહેતા હતા કે ‘ભણતરને કોઇ ચોરી નથી જતું, તે નકામું નથી જતું. આપણે જયાં જઇએ ત્યાં આપણી સાથે આવે જ છે. અને તે જીંદગીનો સાચો િમત્ર પણ છે.’ અમે આ મંત્રને અનુસરીને જો કોઇ ગરીબ, જરૂિરયાતમંદ કે િવકલાંગ બાળક પુસ્તક લેવા આવે તો અમે િવનામુલ્યે તે આપીએ છે. અમે સેિલબ્રિટી લેખકો રુજુતા િદવેકર, કરીના કપૂર, અનુપમ ખેર વગેરેનો અપ્રોચ કરી તેઓ પાસેથી ટ્રાન્સલેશનના કોપીરાઇટસ મેળવીને તેઓના અન્ય ભાષાના પુસ્તકો ગુજરાતીમાં છાપીએ છે તેઓ માને છે કે ‘તમે જેટલું ધ્યાન રાખશો એટલો જ વ્યવસાય આગળ વધશે’. તેઓ કહે છે કે આજે અંગ્રેજી ભાષાનો ક્રેઝ એટલો છે કે 10 વર્ષ પછી ગુજરાતીમાં પુસ્તક પ્રકાિશત કરવું કે નહિં એ પણ િવચારવું પડશે.
નુકસાનીમાંથી પણ હેમખેમ બહાર આવી ગયા
2006ની રેલમાં ભોંયરામાં તથા દુકાનમાં ખૂબ પાણી ભરાઇ જવાના કારણે ખાસ્સું નુકસાન થયું હતું. કચરો કાઢવામાં જ 25000 રૂા. ખર્ચાઇ ગયા હતા. કાગળના માવા ફેંકી દીધા. પેપર સપ્લાયર્સે અમને મુશ્કેલ સમયમાં પેપરો સમયસર પહોંચાડી પૈસાની ઉઘરાણી સુધ્ધા નથી કરી.
ટેક્નોલોજી આશીર્વાદરૂપ હોવા સાથે પડકારરૂપ પણ છે: જય ઠક્કર
િવજયભાઇના િદકરા જય પણ આજ વ્યવસાયમાં છે તે કહે છે કે આજના યુગમાં ટેકનોલોજી આશીર્વાદરૂપ છે તેમ પડકારરૂપ પણ છે. મુદ્રણ જેમ ઝડપી અને આકર્ષણ બન્યું છે, તેમ એક નકારાત્મક બાબત એ છે કે પાઠ્યપુસ્તક બજારમાં આવે તેવી એની ફોટોકોપી કઢાવી લેવાય છે, આ દૂષણને નાથવું મુશ્કેલ છે. આજની પેઢી ખૂબ જ સ્ક્રીન જુએ છે જેને કારણે તેઓને આંખમાં ડ્રાયનેસ તથા ચશ્મા નાની ઉંમરથી આવી જાય છે. બાળકોને વધુમાં વધુ પુસ્તકો વાંચતા કરવાની તાતી જરૂરિયાત છે. ઘણા હજી પણ ચોપડીઓ વાંચવા માંગે જ છે. ઓનલાઇન વાંચી તેઓને સંતોષ નથી મળતો.
અન્ય પુસ્તકોનું પ્રકાશન
ધંધો વિકસતા હીરાલાલે ટેકસ્ટ બુકસનું પ્રકાશન શરૂ કર્યું. ત્યારે માત્ર અંગ્રેજી માધ્યમ હતું. મહારાષ્ટ્ર, નાગપુર, મહારાષ્ટ્ર તથા મુંબઇ યુનિવર્સિટી માટે ગણિત, બાયોલોજી, ઝુઓલોજી, ત્રિગોનોમેટ્રી, જયોમેટ્રી વિગેરે જેવા વિષયમાં ‘એટ એ ગ્લાન્સ’ સિરિઝના પુસ્તકો પ્રકાશિત કર્યાં. હજી જયારે ગુજરાત- મહારાષ્ટ્ર એક જ રાજય હતા ત્યારે તેમણે હિન્દી ગાઇડનો અારંભ કર્યો અને ગજાનન ગાઇડ શરૂ કરી. સાથે સાથે રેફરન્સ પુસ્તકો અને S.S.C.ના બધા વિષયોની ગાઇડો પણ ગજાનન પુસ્તકાલયે પ્રકાશિત કરવા માંડી.
દર વર્ષે યોજાતો ‘Book Fair’ સુરત માટે આશીર્વાદરૂપ
જયભાઇ જણાવે છે કે અમે દર વર્ષે સુરતમાં થતાં બુકફેરમાં ભાગ લઇએ છીએ. એમાંથી અમને માર્કેટમાં શું ટ્રેન્ડ છે એ ખબર પડે છે. વાંચકોને કેવા પુસ્તકો વાંચવા ગમે છે, અલગ અલગ લોકો, બાળકો, વડીલો શું વાંચવાનું પ્રીફર કરે છે તે ખબર પડે છે. પોતાના ખીસ્સાના પૈસા કાઢીને પણ એમાં ભાગ લઇએ છીએ અને એમાં ખૂબ સારી ફેસીલીટીઝ અમને મળે પણ છે.