નવસારી ગાયકવાડ સ્ટેટનું હતું અહીં હાલમાં જ્યાં કોર્ટ ચાલે છે તે બરોડાના રાજા ગાયકવાડે બનાવેલ મહેલ છે તેને તોડી પાડવાની વાત ચાલી રહી છે પરંતુ એનો સર્વત્ર વિરોધ થવો જોઈએ.
નવસારીનું એ ઐતિહાસિક સ્થળ સાચવી રાખી ત્યાં જમસેદજી તાતા અને ગાયકવાડ મહારાજાનું કે અન્ય મહાનુભાવોનું મ્યુઝીયમ બનાવી શકાય અને જો એનો સદુપયોગ થાય તો એ મહેલ નવસારીનું ઘરેણું બની શકે એમ છે.
આપણા દેશમાં ઘણા ઐતિહાસિક સ્થળો, કિલ્લાઓ ભંગાર થઈ ગયા છે. કાળજીને યોગ્ય સાર સંભાળના અભાવે સચીનના નવાબના કિલ્લાનું રીનોવેશન થયું અને તે સચીનની શોભા બન્યું તેજ રીતે નવસારીના આ ગાયકવાડી મહેલને સાચવી એનું રીનોવેશન થવું જોઈએ.
નવસારીની તમામ જનતાએ, નવસારી જિલ્લાની સમગ્ર પ્રજાએ મહેલને સાચવવા માટે પોતાનો સૂર પૂરાવવો જોઈએ હું ઈચ્છું છું કે આ મહેલ સચવાય રહે અને નવસારીની શોભા બને.
નવસારી – મહેશ નાયક- આ લેખમાં પ્રગટ થયેલાંવિચારો લેખકનાં પોતાના છે.