ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ શનિવારે (8 નવેમ્બર) બ્રિસ્બેનના ગાબા ખાતે રમાઈ હતી. વરસાદને કારણે મેચ ડ્રો થઈ હતી. ભારે વરસાદ અને વીજળી પડવાથી રમતમાં વિક્ષેપ પડ્યો તે પહેલાં ભારતે કોઈ નુકસાન વિના 52 રન બનાવ્યા હતા. મેચ રદ થતાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે T20 શ્રેણી 2-1થી જીતી લીધી.
બંને ટીમો વચ્ચેની કેનબેરા ટી20 મેચ પણ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાએ મેલબોર્ન ટી20 મેચ 4 વિકેટથી જીતી હતી. ત્યાર બાદ ભારતીય ટીમે હોબાર્ટ (5 વિકેટ) અને ગોલ્ડ કોસ્ટ (48 રન) ટી20 મેચમાં કાંગારૂઓને હરાવીને જોરદાર વાપસી કરી હતી.

આજે પાંચમી અને સિરીઝની છેલ્લી ટી20 મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા હતો. શુભમન ગિલ અને અભિષેક શર્માએ ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. . બંનેએ અડધી સદીની ભાગીદારી નોંધાવી. અભિષેકે ચાર ઓવરમાં બે જીવનદાન મળ્યા પરંતુ શુભમન શરૂઆતથી જ ટચમાં દેખાતો હતો. બંનેએ તોફાની બેટિંગ કરી હતી. જોકે, વરસાદે તેમના તોફાનને અટકાવ્યું હતું.
ભારતીય ટીમે આ મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર કર્યો હતો. મિડલ ઓર્ડર બેટ્સમેન રિંકુ સિંહને રમાડવામાં આવ્યો હતો, જ્યારે તિલક વર્માને આરામ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન યજમાન ઓસ્ટ્રેલિયાની ટીમે ગોલ્ડ કોસ્ટ ટી20 મેચમાં રમાયેલી પ્લેઇંગ ઇલેવન જેવી જ પ્લેઇંગ ઇલેવન મેદાનમાં ઉતારી હતી.