કોરોના કેવું કેવું શીખવે છે!
હોટલ સ્ટાફ ‘ફાનસ ડાઇનિંગ એક્સપિરિયન્સ’ દર્શાવે છે, જે જાપાનના ટોક્યોમાં કોરોનાવાયરસના ફેલાવા સામે પોતાને બચાવવાની સાથે જમનારાઓને ભોજનનો આનંદ માણવા માટે સક્ષમ બનાવે છે.
આ તે ગાઉન કે….
એક મોડેલ 24 ફેબ્રુઆરીએ, ઇટાલીના મિલાનમાં ફેશન વીક દરમિયાન મોસ્ચિનો ફોલ-વિન્ટર 2022/2023 સંગ્રહમાંથી આવું અનોખું સર્જન રજૂ કરે છે!
બૅડથી સીધા બેલેટ બૉક્સ!
8 મહિનાની પુત્રી એલેગ્રા ફિનને પકડીને સ્થાનિક રહેવાસી જિમ ફિને 21 મેના રોજ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ મતદાન મથક પર રાષ્ટ્રીય ચૂંટણીમાં સવારે મતદાન કર્યું હતું.
અરરર…
થાઇલેન્ડના ફુકેતમાં ચાઇનીઝ કેલેન્ડરના નવમા ચંદ્ર મહિનામાં થાઇ-ચાઇનીઝ સમુદાયના તાઓઇસ્ટ ભક્તો દ્વારા ઉજવવામાં આવતા વાર્ષિક શાકાહારી ઉત્સવમાં ભાગ લેતા લોકો.
લાંબા કાન
પાકિસ્તાનના કરાચીમાં 22 ઇંચ લાંબા કાનવાળી એક મહિના અને ચાર દિવસની બકરી સિમ્બા સાથે તેના માલિક- 8 જુલાઇ
ચુમ્મા ચુમ્મા…
યુનિવર્સિટી ઓફ સેન્ટ એન્ડ્રુઝના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ, 17 ઓક્ટોબરના રોજ પૂર્વ સ્કોટલેન્ડના સેન્ટ એન્ડ્રુઝમાં લોઅર કોલેજ લોન ખાતે વાર્ષિક “રેઇસિન મન્ડે શેવિંગ ફોમ ફાઇટ” માં ભાગ લેતી વખતે ચુંબન કરે છે.
બાપ્પા સાથે દાદા!
પોલીસમેન રાજેન્દ્ર કાણેએ 31 ઓગસ્ટના રોજ મુંબઈમાં ‘ગણેશ ચતુર્થી’ ફેસ્ટિવલ દરમિયાન પોલીસકર્મીના અવતારમાં ભગવાન ગણેશની મૂર્તિ સાથે સેલ્ફી લીધી હતી.
મગર વધૂ!
મેક્સિકોના ઓક્સાકા રાજ્યના સાન પેડ્રો હુમેલુલામાં 30 જૂનના રોજ કુદરતની બક્ષિસ માટે આજીજી કરવા માટે પ્રાર્થના તરીકે સાન પેડ્રો હુમેલુલાના મેયર વિક્ટર હ્યુગો સોસા અને દુલ્હનના પોશાકમાં સજ્જ સાત વર્ષના મગરને એક મહિલા પરંપરાગત વિધિના લગ્ન માટે સ્પર્શે છે.